મનોરંજન

ચેકઅપ માટે ક્લિનિક પહોંચેલી કરીના કપૂરની તસવીરો વાયરલ, જલ્દી જ આપી શકે છે ખુશખબરી

આંખોમાં ઉદાસી અને લુઝ ડ્રેસની અંદર રસ્તા ઉપર એકલી ફરતી જોવા મળી કરીના કપૂર, જલ્દી જ બાળક પેદા થશે ? જુઓ તસવીરો

અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો ભરપૂર આનંદ માણી રહી છે. કરીના બહુ જ જલ્દી તેના બીજા બાળકને જન્મ આપશે, આ દરમિયાન કરીના ઘરની બહાર વૉક કરવા દરમિયાન ઘણીવાર સ્પોટ થતી જોવા મળે છે. હાલ કરીના ક્લિનિકની બહાર સ્પોટ થઇ છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. કરીના આજે પોતાના ચેકઅપ માટે ક્લિનક પહોંચી હતી. તે દરમિયાન તે ખુબ જ કમ્ફર્ટેબલ કપડાંની અંદર નજર આવી હતી.

સામે આવેલી તસ્વીરોની અંદર કરીના પ્રિન્ટેડ લૂજ ડ્રેસમાં જોવા મળી રહી છે. કોરોનાથી બચવા માટે તેને ચહેરા ઉપર માસ્ક પણ લગાવી રાખ્યો હતો.

કરીનાને હવે પોતાના વધેલા પેટ સાથે હરવું ફરવું પણ ખુબ જ મુશ્કેલ થઇ રહી રહ્યું છે, તે છતાં પણ તે પોતાના હેલ્થને મેઈન્ટેન્ટ રાખવા માટે વૉક કરવા માટે જરૂર નીકળે છે. કરીના જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે.  પ્રેગ્નેન્સી માં કરીનાનું વજન પણ ખુબ જ વધી ગયું છે.

કરીના ઘણીવાર જણાવી ચુકી છે કે પોતાની પ્રેગ્નેન્સીને લઈને તેને કોઈ વાતનું ટેંશન નથી. તેને એમ પણ જણાવ્યું છે કે આ બધી બાબતોનો અનુભવ તેને તૈમુર વખતે કરી ચુકી છે.

કરીના પોતાના બીજા બાળકના જન્મ પહેલા તે નવા ઘરમાં શિફ્ટ થવા માંગે છે, આ દરમિયાન તે પોતાના નવા ઘરે પણ દેખરેખ માટે રોજ જાય છે.

થોડા સમય પહેલા જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે પોતાના ઘરનું ઇન્ટિરિયર કરાવતી જોવા મળી હતી.