ખબર ફિલ્મી દુનિયા

ઘરની બહાર વૉક કરતી જોવા મળી કરીના કપૂર, આ વખત કપડામાં આવ્યો કંઈક નવો બદલાવ

સેફની બેગમે આ વખતે ફેશનેબલ કપડાં ન પહેર્યા અને…7 તસવીરો જોતા જ લોકોએ કરી ટ્રોલ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી કરીના કપૂર પોતાના બીજા બાળકને લઈને ખુબ જ ઉત્સાહિત છે, ત્યારે આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે, કરીનાનું વજન પણ ખુબ જ વધી ગયેલું જોવા મળી રહ્યું છે.

સ્ટાઈલિશ કરીના કપૂર પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન કપડામાં પણ પોતાને કમ્ફર્ટ રાખવાનું પસંદ કરતી જોવા મળી રહી છે. હાલમાં જ કરીના ઘરની બહાર વૉક કરતી નજર આવી હતી, આ દરમિયાન પણ તેને પોતાની કમ્ફર્ટનું ખુબ જ ધ્યાન રાખ્યું હતું. કરીના કપૂર નિયમિત ઘરેથી બહાર વૉક માટે નીકળે છે. તે પોતાના સ્વાસ્થ્યની પણ ખુબ જ કાળજી લેતી જોવા મળે છે, પોતાની પ્રેગ્નેન્સીની શરૂઆતમાં તે યોગા પણ કરતી હતી.

કરીના કપૂરને ઘરની બહાર લોઅર અને શર્ટમાં સ્પોટ કરવામાં આવી હતી, બેબોએ આ દરમિયાન બ્લેક રંગનું સ્વેટપેન્ટ પહેર્યું હતું, જેના ની-પોર્શન ઉપર સફેદ ડિઝાઇન હતી. તો તેને આ કોમ્બિનેશનને મેચ કરવા માટે સફેદ અને કાળા કોમ્બિનેશનનું ગિન્ગમ શર્ટ પહેર્યું હતું.

આ દરમિયાન સૈફ પણ તેની હંમેશા સાથે રહેતો નજર આવે છે, સૈફ પણ ખુબ જ સાદા કપડામાં ફોન ઉપર વાત કરતો નજર આવ્યો હતો.

કરીના પોતાના નવા આનારા બાળક માટેની તૈયારીઓમાં લાગી ગઈ છે, તે આ દરમિયાન નવા ઘરમાં શિફ્ટ થશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. નવા ઘરનું ઇન્ટરિયર તે પોતાની દેખરેખમાં કરાવી રહી છે.