કરીના કપૂરે પહેર્યો એટલો સસ્તો ડ્રેસ કે તમે પણ કરી શકો છો તેની ખરીદી, જલ્દીથી જાણી લો કિંમત

સસ્તો ડ્રેસ પહેરી કરીના કપૂરે હોટ અવતાર દેખાડ્યો, ભાવ જાણીને હસી પડશો

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ભલે બીટાઉનની દિગ્ગજ ફેમીલીથી આવે છે, પરંતુ આ બાલાએ સુપર સ્ટારડમ પોતાની મહેનતથી હાંસિલ કર્યુ છે. આ રીતે બાલાએ પોતાને સ્ટાઇલના મામલે જેવી રીતે ઇવોલ્વ કરી છે, તે ઘણુ પ્રશંસાને કાબિલ છે.

પોતાને ફેશન ગેમમાં હંમેશા આગળ રાખવા માટે અદાકારાઓ કયારેક લાખોના તો કયારેક સસ્તા કપડામાં જોવા મળે છે. જો કે, તે વાત અલગ છે કે, કરોડોની માલકિન આ હસીના જયારે બજેટ ફ્રેંડલી જોવા મળે છે તો તેને એવી રીતે સ્ટાઇલ કરે છે કે જોનાર તો જોતા જ રહી જાય છે.

આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. લગ્ઝરી ફેશન હાઉસથી કપડા લેનાર બેબો આ વખતે સસ્તી ડ્રેસમાં જોવા મળી. આ ડ્રેસ તો કોલેજ જવાવાળી છોકરીઓ તેમની પોકેટમનીથી ખરીદી શકે છે.

કરીનાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પુસ્તક કરીના કપૂર ખાનની પ્રેગ્નેંસી લોન્ચ કરી છે. તેણે આ પુસ્તક લોન્ચ કરતા સમયે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે રેડ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી હતી.

કરીનાએ 9 જુલાઇના રોજ તેની પ્રેગ્નેસી પરનુ પુસ્તક લોન્ચ કર્યુ હતુ. આ પુસ્તક કરીનાના બંને સમયની પ્રેગ્નેસીના અનુભવો પર આધારિત છે. કરીનાએ 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમુર અલી ખાનને જન્મ આપ્યો હતો અને તે બાદ તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

આ ડ્રેસની કિંમત લગભગ 1900 રૂપિયા જેટલી છે. જેને કોઇ પણ એફોર્ડ કરી શકે છે. આમ તો કરીનાએ જે ડ્રેસ પહેર્યો છે, તેની કિંમત 2990 રૂપિયા છે, પરંતુ તેમાં 30% છૂટ ચાલી રહી છે અને તે બાદ તેની કિંમત 1990 રૂપિયા થાય છે. કરીનાએ પહેરેલ આ આઉટફિટ Zara નામની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ વર્ષે ક્રિસમસ પર એટલે કે 25 ડિસેમ્બરના રોજ ફિલ્મ રીલિઝ થઇ શકે છે.

Shah Jina