બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આજે (21સપ્ટેમ્બરે)તેનો 39મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. ત્યારે તેના પતિ અને એક્ટર સૈફ અલિખાને એક શાનદાર સેલિબ્રેશનનું આયોજન કર્યો હતો. સૈફ અલી ખાને કરીના માટે પટૌદી પેલેસ કહે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેના નજીકના લોકો જ હાજર રહ્યા હતા. પતિ સૈફ સાથે કરિનાની મોટી બહેન કરિશ્મા કપૂરે પણ ખુબ મસ્તી કરી હતી.
મોડી રાતે થયેલા આ સેલિબ્રેશનની સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તસ્વીર જોઈને કહી શકાય છે કે, સેલિબ્રેશન ભલે ગ્લેમરના હોય પરંતુ સૈફ અને કરીના માટે આ સેલિબ્રેશન ખાસ રહ્યું હતું. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી કરિશ્માએ આ સેલિબ્રેશનની બેહદ તસ્વીર તેના ફેન્સ સાથે શેર કરી છે.
View this post on Instagram
Happy birthday to the best sister ever ❤️ #sisters #sisterlove👭 #birthday
કરીના કપૂર તેના બર્થડે સેલિબ્રેશનમાં સફેદ કલરના કુર્તા અને પાયજામા સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તો સૈફે પણ કરિનાની સાથે સફેદ કુર્તા અને પાયજામાનું ટ્વીનીંગ કર્યું હતું. બર્થડે દરમિયાન આ કપલ એકબીજામાં ખોવાઈ ગયું હતું.
View this post on Instagram
સૈફ અને કરીનાનો લિપ લોકની રોમેન્ટિક તસ્વીર તેના ફેન્સને બહુજ પસંદ આવી છે. આ સેલિબ્રેશનમાં કરિશ્મા કપૂર સાથે સિંગર અને એક્ટર દિલજિત દોસાંઝ પણ હાજર રહ્યો હતો. કરીના કપૂરનો કેક કાપતો આ વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં સૈફ તેની પાછળ ઉભો છે.
આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું કરિશ્માએ લખ્યું હતું કે, જન્મદિવસ મુબારક મારી પ્યારી બેબો, અમે તને ખુબ જ પ્રેમ કરીએ છીએ. સાથે જ કરિશ્માએ #happybirthdaybebo #pataudidiarie હેશટેગનો ઉપયોગ કર્યો હતો.
કરિશ્માની સાથે દિલજિતે પણ સ્લોમો શેર કર્યો હતો. આ વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે કવિન. તું હંમેશા ખુશ અને સ્વસ્થ રહે…”
કરીનાના આ બર્થડેની તસ્વીરો અને વિડીયો ફેન્સને ખુબ જ પસંદ છે. સાથે જ બેબોને વિશ પણ કરે છે. પરંતુ સૌથી પહેલા ફ્રેન્સ તૈમુરને ઘણો યાદ કરે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.