બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન આ સમયે પરિવાર સાથે માલદીવમાં છે. હાલમાં જ તેણે તેનો 41મો જન્મદિવસ મનાવ્યો હતો. આ દરમિયાન અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. હવે કરીના કપૂર ખાને એક તસવીર શેર કરી છે આ તસવીરમાં તે પરિવાર સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં કરીનાની પૂરી ફેમીલી નજર આવી રહી છે. તસવીરમાં આગળ સૈફ અને તૈમુર ચાલી રહ્યા છે જયારે કરીના જેહને લઇને પાછળ ચાલી રહી છે.
તસવીરના બેકગ્રાઉન્ડમાં હેપ્પી બર્થ ડે લખેલુ નજર આવી રહ્યુ છે. આ તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. કરીનાએ આ ફેમીલી ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે કે, આગ ચાલુ રહેવી જોઇએ. જન્મદિવસ પર પ્રોમિસ… કરીના કપૂર ખાનની આ તસવીર પર દીપિકા પાદુકોણે વિશ કરતા લખ્યુ, હેપ્પી બર્થ ડે તમને સારુ સ્વાસ્થ્ય અને મગજને શાંતિ મળે હંમેશા, કરીના કપૂર ખાન. આ સાથે જ ઘણા સેલેબ્સે કરીનાની આ તસવીર પર રિએક્શન આપ્યુ છે.
21 સપ્ટેમ્બરના રોજ કરીનાએ સમુદ્ર કિનારે સૈફ અલી ખાન સાથે રોમેન્ટિક તસવીર શેર કરી હતી. તસવીરમાં જોઇ શકાતુ હતુ કે સૈફે કરીનાના ગળા પર હાથ રાખેલો હતો અને અભિનેત્રી તેની મોટી રિંગને ફ્લોન્ટ કરી રહી હતી. જણાવી દઇએ કે, સૈફ અલી ખાને પણ આ વર્ષે માલદીવમાં તેમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સૈફ 51માં જન્મદિવસ પર પત્ની અને બાળકો સાથે માલદીવ ગયા હતા.
કરીનાના જન્મદિવસ પર ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે તેને વિશ કર્યુ હતુ. અભિનેત્રીએ બધાના મેસેજ તેની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા હતા અને રિપ્લાય પણ આપ્યો હતો. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કરીના સાથે તેની એક તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે, અમે ગેમના પાઉટર્સ અને પોજર્સ છીએ મારી ફેવરેટ ગર્લને તેના સ્પેશિયલ દિવસ પર ખૂબ પ્રેમ, હેપ્પી બર્થ ડે મારી Poo.
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તેણે હાલમાં જ મુંબઇમાં આમિર ખાન સાથે તેની અપકમિંગ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”નું શુટિંગ પૂર્ણ કર્યુ છે. તે બાદ તે કામથી બ્રેક લઇ પરિવાર સાથે ફરવા નીકળી હતી. કરીના તેના પરિવાર સાથે એરપોર્ટ પર સ્પોટ પણ થઇ હતી. અભિનેત્રી છેલ્લે ફિલ્મ “અંગ્રેજી મીડિયમ”માં જોવા મળી હતી.