શું વૈભવી શોખ છે ! કરીના કપૂરે તેના બંને ટેણિયાઓ માટે ખરીદી ચમચમાતી 2 કાર, કિંમત એટલી કે મુંબઇમાં ખરીદી શકાય શાનદાર ફ્લેટ

અધધધ કરોડની કારમાં સેફના ચોથા દીકરા જેહે આંટો માર્યો, કરીના બેગમ પણ થઇ ગઈ ખુશખુશાલ – યુઝર્સ બોલ્યા, ગરીબોને દાન કર્યું હોત તો સારું હોત – જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનને શાહી જીવનશૈલી ખૂબ જ પસંદ છે. તે પોતાનો શોખ પૂરો કરવામાં કોઈ કસર છોડતી નથી. આ વાત બધા જ જાણે છે. જો કે, તે હાલમાં આ જ વૈભવી જીવનશૈલીને લઇને ટ્રોલ થઇ રહી છે. કરીના તેના બંને પુત્રો તૈમુર અલી ખાન અને જેહ અલી ખાનને પણ લક્ઝરી સુવિધાઓ આપવામાં પાછળ રહેતી નથી. તે ગમે તે કરે, તે પેપરાજીની નજરથી બચી શકતી નથી. તેના ઘરની બહાર રાહ જોઇ રહેલા પેપરાજી તેને કેદ કરવામાં કોઇ કસર છોડતા નથી. હાલમાં અભિનેત્રીએ નવી નવી બે કાર ખરીદી છે.

પહેલા તેણે જીપ લીધી અને હવે મર્સિડીઝ.. જો કે, આ વાતને લઇને લોકો તેને ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે. વાસ્તવમાં કરીના કપૂર ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જેહને ખોળામાં લઈને નવી કાર પર પરથી કપડુ હટાવતી જોવા મળી રહી છે. સફેદ ચમચમાતી મર્સિડીઝ શોરૂમમાં નહીં પરંતુ તેના ઘરની બહાર ઉભી હતી, જેને પેપરાજીઓએ પણ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. જો કે, જેહ બાબાએ આ કારમાં પ્રથમ રાઇડનો પણ આનંદ માણ્યો હતો, જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર જેહ બાબાની છે. ત્યાં તેના એક દિવસ પહેલા, તૈમૂર પણ નવી જીપ રેંગલરમાં મુસાફરી કરતો જોવા મળ્યો હતો. તેની ટેસ્ટ ડ્રાઈવ પણ થોડા દિવસો પહેલા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને કરી હતી. કહેવાય છે કે તેની કિંમત 60 થી 70 લાખની વચ્ચે છે. કરીના કપૂરના આ કારના વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એકે લખ્યું- તમે કેટલી કાર ખરીદશો. અપ્પુ સર પાસેથી શીખો અને ગરીબોને ખવડાવો. એકે લખ્યું – મીડિયાને બતાવવા માટે ભાડે રાખ્યું.

જો કે, કેટલાક લોકો એવા સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે કરીના આ વીડિયોમાં હસતી નથી, તે શેનાથી નારાજ છે.કરીનાનો નાનો લાડલો જેહ જે કારમાં રાઇડ કરી રહ્યો હતો એટલે કે મર્સિડિઝ બેન્ઝ S 350Dની કિંમત અંદાજે 1.90 કરોડ રૂપિયા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, સૈફની ફિલ્મ ‘વિક્રમ વેધા’ 30 સપ્ટેમ્બરે જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ ચાહકોને પસંદ આવી છે. ફિલ્મમાં સૈફ સિવાય હ્રતિક રોશન અને રાધિકા આપ્ટે પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવે સૈફ અલી ખાન ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રભાસ અને ક્રિતિ સેનન છે. કરીનાની વાત કરીએ તો, તે છેલ્લે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ ફિલ્મથી આમિર ખાને ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કર્યું હતું. હવે કરીના કપૂર ડિરેક્ટર સુજોય ઘોષની વેબ સિરીઝથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina