મનોરંજન

આ રીતે કરીનાએ મનાવ્યો પરિવાર સાથે પોતાનો 40મોં જન્મ દિવસ, પહેર્યો હતો લૂસ ડ્રેસ

કરીનાએ મનાવ્યો 40 મોં જન્મદિવસ, જુઓ કેવો જાહોજલાલી છે

બોલીવુડમાં બેબો તરીકે ઓળખાતી સુંદર અભિનેત્રી કરીના કપૂરે આજે પોતાનો 40મોં જન્મ દિવસ પોતાના પરિવાર સાથે મનાવ્યો. અડધી રાત્રે થેયલી આ પાર્ટીમાં અદાકારના ત્રણ અલગ અલગ લુક પણ જોવા મળ્યા.

Image Source

આ પાર્ટીની અંદર તેની બહેન કરિશ્મા, પપ્પા મમ્મી રણધીર કપૂર અને બબીતા રાત્રે 12 વાગે જ તેના ઘરે પહોંચી ગયા. કોરોના કાળમાં પણ કરીનાએ પોતાના પરિવાર સાથે જ પોતાના જન્મ દિવસની શરૂઆત કરી. આ દરમિયાન કરિનાનો નો મેકઅપ લુક અને તેની બર્થ ડે કેક ચાહકોને ખુબ જ પસંદ આવ્યા. ચાલો જોઈએ કરીનાના જન્મ દિવસની કેટલીક તસવીરો.

Image Source

કરિનાની બહેન કરિશ્મા કપૂરે કરીનાના જન્મ દિવસના ઉત્સવની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે.કરિશ્માએ આ તસ્વીરોને શેર કરવાની સાથે લખ્યું છે: “બર્થ ડે ગર્લ અમે બધા તને બહુ જ પ્રેમ કરીએ છીએ. જન્મ દિવસની શુભકામનાઓ !!!”

Image Source

કરિશ્માએ ત્રણ તસવીરો ચાહકો સાથે શેર કરી છે. એક તસ્વીરમાં કરીના કપૂર ખાન કેકની સામે ઉભેલી છે. તો બીજી તસ્વીરમાં તે પોતાના પતિ સૈફ અલી ખાન, મા બબીતા, પિતા રણધીર કપૂર, બહેન કરિશ્મા અને પરિવારના બીજા સદસ્યો સાથે નજર આવી રહી છે.

Image Source

જન્મ દિવસની ઉજવણીમાં કરીનાએ જે ગ્રીન રંગનું આઉટફિટ પહેર્યું છે તેની પણ ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ લૂઝ ડ્રેસમાં પણ કરીના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કરિનાનો આ ડિઝાઈનર ડ્રેસ અનિતા ડોંગરે કફતાન કલેક્શનનો હતો. જેની કિંમત 19000 રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ દિવસોમાં કરીના કપૂરની પસંદ કફતાન ડ્રેસ બની ગયા છે. આ આઉટફિટ ઓનલાઇન સ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે.

Image Source

કરીનાએ પણ પોતાના જન્મ દિવસ નિમિત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોતાની તસ્વીર શેર કરીને એક પોસ્ટ લખી છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

કરીનાએ લખ્યું છે કે: “જેવી રીતે હું મારા 40માં વર્ષમાં પ્રવેશ કરી રહી છું. હું બેસવા માંગુ છું અને પ્રેમ કરવા, હસવા, માફ કરવા, ભૂલવા અને સૌથી મહત્વપૂર્ણ વાત પ્રાર્થના કરવા અને મને તાકત આપનારનો ધન્યવાદ કહેવા માંગુ છું. હાય ! બિગ 40, તેને મોટું બનાવજો !!”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.