જહાંગીરની મમ્મીએ માલદિવનાં બીચ ઉપર એવા ટૂંકા ટૂંકા કપડાં પહેર્યા કે જોઈને તમે પણ શરમથી લાલ થઇ જશો

અરે બાપ રે…કાળા રંગનું ન પહેરવાનું પહેરીને 2-2 બાળકોની મમ્મી કરીનાએ ચોંકાવી દીધા, જુઓ PHOTOS

બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર હાલ બંને બાળકો અને પતિ સાથે મલદીવની અંદર રજાઓનો આનંદ માણી રહી છે. કરીના કપૂર સૈફ અલી ખાનના જન્મ દિવસની ઉજવણી કરવા માટે માલદીવ પહોંચ્યા હતા. જેની તસવીરો પણ કરીનાએ સૈફનાં જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતા શેર કરી હતી, જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ હતી.

કરીનાએ હાલમાં જ તેનું પુસ્તક “પ્રેગ્નેન્સી બાઇબલ” લોન્ચ કર્યું છે, આ પુસ્તકનું નામ તો પહેલાથી જ વિવાદમાં રહ્યું, પરંતુ હવે પુસ્તકની અંદરથી જે બાબતો સામે આવી રહી છે તે પણ ચર્ચાનો વિષય બનવા લાગી છે.

એક બાબત તો કરીનાના નાના દીકરાનું નામ. કરીનાએ પોતાના લાડલાનું નામ “જહાંગીર” રાખ્યું છે જેને લઈને તે સોશિયલ મીડિયામાં પણ ટ્રોલ થવા લાગી છે. હવે કરીનાએ આ પુસ્તક દ્વારા સૈફ સાથે પ્રેગ્નેન્સી દરમિયાનના તેના સંબંધો વિશે જણાવ્યું છે.

કરીનાએ એક નવા ઇન્ટરવ્યૂની અંદર જણાવ્યું કે પ્રેગ્નેન્સી દરમિયાન બેડ ઉપર સૈફ સાથે રાત્રે બેડ પર સંબંધો ના બાંધી શકવા વિશે વાત કરી હતી. તેને જણાવ્યું કે સંબંધ એક પતિ અને પત્ની વચ્ચે જરૂરી વિષય હોય છે.

કરીનાએ જણાવ્યું કે “મને નથી લાગતું કે તમને આ વિશે વાત કરવા માટે હિંમતની જરૂર હોય છે. સંબંધ પતિ અને પત્ની વચ્ચે જરૂરી વિષય છે. અને તેનાથી મહિલાઓ કેવો અનુભવ કરે છે તેના ઉપર અસર પડે છે.”

પોતાના પુસ્તકની અંદર કરીનાએ પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન બેડ ઉપરના સંબંધો વિશે પણ વાત કરી છે. તેને કહ્યું કે, “એ શક્ય છે કે એક મહિલાને સંબંધો બાંધવાની ઈચ્છા ના થયા. કે પછી એવો પણ અનુભવ થાય કે પ્રેગ્નેન્સીના સમયે તે પોતાની જાતને જ પસંદ ના કરતી હોય.”

તેને આગળ જણાવ્યું કે “આજ એ બધી વસ્તુઓ છે જેનાથી મ્હીળો ચાઈલ્ડ બર્થ દરમિયાન પસાર થાય છે. લોકોને મેન્સ્ટ્રીમ એક્ટર્સને આ બધી જ વસ્તુઓ વિશે વાત કરીને જોવાની આદત નથી હોતું. પરંતુ પછી તેને મેન્સ્ટ્રીમ અભિનેત્રીને પ્રેગ્નેન્ટ જોવાની પણ આદત નથી હોતી.”

બોલીવુડની બેબો અને પટૌડી પરિવારની વહુ બેગમ કરીના કપૂર ખાન હાલમાં માલદીવની અંદર રજાઓ મનાવી રહી છે. માલદીવમાં તેની સાથે તેનો પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો પણ છે. આ દરમિયાન કરીના માલદીવમાંથી ઘણી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

બે દિવસ પહેલા જ કરીનાએ સૈફ અલી ખાનના જન્મ દિવસ નિમિત્તે શુભકામનાઓ આપવાની પોસ્ટ સાથે બે તસવીરો પણ શેર કરી હતી. જેમાં એક તસ્વીરની અંદર તે બંને બાળકો અને સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી તો બીજી તસ્વીરમાં સૈફ સાથે રોમાન્ટિક અંદાજમાં જોવા મળી હતી.

હવે કરીનાએ માલદિવમાંથી કેટલીક નવી તસવીરો પણ શેર કરી છે જેને સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. કરીનાએ પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીની અંદર એક તસ્વીર શેર કરી છે જેમાં તે બ્લેક જોવા મળી રહી છે. આ તસ્વીરે સોશિયલ મીડિયામાં બધાનું ધ્યાન પણ ખેંચ્યું છે.

કરીનાએ પોતાની આ તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “બીચ બમ”. આસ સાથે જ આ તસ્વીરની અંદર કરીનાનો દિલકશ અંદાજ પણ જોઈ શકાય છે, જે ચાહકોના હોશ પણ ઉડાવી રહ્યો છે.

કરીના હાલ તેના પુસ્તકને લઈને ખુબ જ ચર્ચામાં છે. કરીનાના પુસ્તકનું નામ “પ્રેગ્નેન્સી બાઇબલ” છે જેમાં કરીનાએ પોતાના બંને સમયની ગર્ભવતી હોવાની ક્ષણો અને તે સમયના અનુભવનું વર્ણન કર્યું છે.

કરીનાએ આ પુસ્તકમાં જ પોતાના બીજા દીકરાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, કરીનાએ આ પુસ્તકમાં પોતાના બીજા દીકરાનું નામ “જહાંગીર” રાખ્યું છે તેમ તેને જણાવ્યું છે. જેના લઈને સોશિયલ મીડિયામાં પણ યુઝર્સ સૈફ અને કરીનાને ટ્રોલ પણ કરવા લાગી ગયા છે.

માતા બન્યા પહેલા કરીના કપૂરને દરેક છોકરીની જેમ એ વાતનો દર હતો કે પ્રેગ્નેન્સી બાદ તેનું ફિગર બદલાઈ જશે અને તેની અસર તેના કેરિયર ઉપર પણ પડી શકે છે. સૈફ અલી ખાને હાલમાં જ આ વાતનો ખુલાસી કર્યો છે આખરે શા કારણે બીલીવુડમાં મહિલાઓ માટે ચેલેન્જ પુરુષો કરતા અલગ હોય છે.

સામાન્ય છોકરી હોય કે પછી કોઈ સેલેબ્રીટી. માતા બનવું કોઈ માટે સરળ નથી હોતું. કરીના કપૂર ખાનને પણ એ ચિંતા હતી કે લગ્ન પછી તેના ફિગરમાં બદલાવ આવી શકે છે. સૈફ અલી ખાને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓને લગ્ન અને ફેમેલી પ્લાનિંગને લઈને નિર્ણય લેવા પડે છે. કારણ કે તેનો સંબંધ સંપૂર્ણ રીતે તેમના કેરિયર સાથે જોડાયેલો હોય છે.

સૈફ અલી ખાને કરીના કપૂરની પ્રેગ્નેન્સીને યાદ કરતા જણાવ્યું હતું કે કરીનાએ સેરોગેસીનો વિકલ્પ પણ પસંદ કર્યો હતો. તેને જણાવ્યું કે જયારે કરીનાએ ડેટિંગ શરૂ કરી હતી ત્યારે તેની સાઈઝ જીરો હતી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કામ પણ સારું મળી રહ્યું હતું.  એવામાં જો તેને પ્રેગ્નેન્ટ થવાનો નિર્ણય કર્યો તો કરીના આ વસ્તુઓને લઈને હેરાન રહેતી હતી કારણ કે તેનાથી તેના કેરિયર ઉપર અસર પડી શકતી હતી.

સૈફ અલી ખાને આગળ જણાવ્યું કે “જયારે પહેલીવાર મેં તેની સાથે બાળક વિશે વાત કરી ત્યારે તે જરા હેરાન રહી ગઈ હતી અને કહ્યું હતું કે કદાચ તે સેરોગેસી તરફ વળે.  પરંતુ પછી તેને આ વાતનો અનુભવ થયો કે જીવનમાં દરેક વસ્તુ માટે 100 ટકા આપવા પડે છે અને જયારે કરીનાએ મન બનાવી લીધું ત્યારે કોઈ તકલીફ ના થઇ.

તમને જાણવી દઈએ કે કરીના અને સૈફે એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું અને ત્યારબાદ 16 ઓક્ટોબર 2012માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ કરીનાએ પોતાના મોટા દીકરા તૈમુરને જન્મ આપ્યો અને આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને પોતાના નાના દીકરા જહાંગીરને જન્મ આપ્યો.

Niraj Patel