કરીના કપૂરે પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે ધામધૂમથી હોળીની ઉજવણી કરી હતી. કરીના પોતાના ગાલ પર લાગેલા હલકા ગુલાબી રંગ સાથે જોવા મળી હતી. આ મૌકા દરમિયાનનો એક વિડીયો તાજેતરમાં સામે આવ્યો છે. જ્યારે એક મહિલા ફેન કરીના પાસે તસ્વીર લેવા માટે આવે છે. આ દરમિયાન કરીનાનો સ્વભાવ ઠીક ન લાગ્યો અને એવામાં તે ફેન પર ભડકી ઉઠે છે.

ફેમસ ફોટોગ્રાફર વિરલ ભયાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડિઓ શેર કર્યો છે. વીડિયોમાં કરીના કપૂર દીકરા તૈમુર સાથે રસ્તો ઓળંગી રહી હોય છે. થોડી જ વારમાં કરીના એક બંગલામાંથી બહાર નીકળે છે.

એક મહિલા ફેન તસ્વીર લેવા માટે કરિનાની એટલી નજીક આવી જાય છે કે કરીના થોડી વાર માટે રોકાઈ જાય છે જેના પછી કરીના તે મહિલા પણ ભડકી ઉઠે છે. જો કે કરીના ત્યાં હાજર મહિલાઓ સાથે સેલ્ફી લઈને તરત જ ત્યાંથી જલ્દીથી નીકળી જાય છે.

પોતાના આવા વ્યવહારને લીધે કરીના સોશિયલ મીડિયા ટ્રોલ થઇ ગઈ છે અને દર્શકો તેની ખુબ આલોચના કરી રહ્યા છે. દર્શકોને કરિનાનો ચાહક સાથેનો આવો વ્યવહાર બિલકુલ પણ પસંદ નથી આવ્યો અને લોકો પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

વિડીયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”આવા સિતારાઓને શા માટે મહત્વ આપો છો. તસ્વીર લેતી વખતે સ્માઈલ પણ નથી આપી રહી”. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, કરીનાને વધારે ગુસ્સો એટલા માટે આવ્યો કેમ કે તેની બાજુમાં એક યુવતી ફ્રોક ટોપ પહેરીને ઉભી છે”.

અન્ય એક યુઝરે લખ્યું કે,”જે લોકોને લીધે હિટ થાય છે તેને જ ઘમંડ દેખાડે છે. મૂડ ગમે તેવો હોય ચાહકની સાથે આવો વ્યવહાર ન કરી શકે”. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે,”તે સ્માઈલ પણ નથી આપી રહી. એવામાં તેની સાથે શા માટે તસ્વીર લઇ રહ્યા છો, આટલો ઘમંડ શા માટે દેખાડે છે.”
જુઓ કરીના કપૂરનો ફેન સાથેના આવા વ્યવહારનો વિડીયો…
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.