બોલો નું 50,000 નું ટીશર્ટ પહેરીને નીકળી પડી જહાંગીરની મોમ, જુઓ PHOTOS
બોલિવુડ ઇન્ડસ્ટ્રીની ખૂબસુરત અદાકારા કરીના કપૂરને રવિવારે વર્સોવા જેટ્ટી પાસે સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કરીના ફરી એકવાર નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી. જો કે, આ વખતે કરીનાએ તેના ચહેરા પર માસ્ક લગાવીને રાખ્યુ હતુુ, જેના કારણે તેનો ચહેરો સ્પષ્ટ જોવા મળી રહ્યો ન હતો. કરીનાએ વ્હાઇટ ટી શર્ટ સાથે બ્લેક પેંટ કેરી કર્યુ હતુુ. કરીના વર્સોવા જેટ્ટી પહોંચી તો થોડો વરસાદ થઇ રહ્યો હતો, જેને કારણે ગાડીમાંથી બહાર નીકળતા તેણે છત્રી લીધી હતી.
કરીનાએ ગુચી બ્રાંડની સિંપલ ગ્રાફિક્સ ટી શર્ટ પહેરી હતી. આ સાથે જ તેણે બ્લેક કલરના ટાઇટ્સ, ઓરેન્જ સનગ્લાસેસ અને મેચિંગ બુટ્સ કેરી કર્યા હતા. કરીનાની આ ટી શર્ટની કિંમત 50 હજાર રૂપિયા હતી. જેને જાણ્યા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહી છે. કરીના કપૂરની ટી શર્ટની કિંમત જાણી લોકો ચોંકી ગયા છે.
તે કહી રહ્યા છે કે, આટલા માં તો તે 500 ટી શર્ટ ખરીદી લે. એક યુઝરે લખ્યુ કે, રૂકી જાઓ કેટલાક દિવસોમાં લિકિંન રોડમાં મળશે 200 રૂપિયાની. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, સરોજિની માર્કેટમાં 350 રૂપિયાની મળી રહી છે મિત્રો. ગજબ વ્યવસ્થા છે. કરીના કોઇ પણ ઓકેશન હોય તે સેંટર ઓફ એટ્રેક્શન રહી છે. અભિનેત્રીના બધા અંદાજ તેના પોતાનામાં નિરાલા છે અને તેની ફેશન સેંસની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે.
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “ગુડન્યુઝ”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી. હવે તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.
બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરાની વાત કરીએ તો, તેને બાંદ્રા સ્થિત ઘર બહાર નો મેકઅપ લુકમાં સ્પોટ કરવામાં આવી હતી. મલાઇકાને વ્હાઇટ કલરના સિંપલ સૂટમાં જોઇ સૌ કોઇ હેરાન રહી ગયા હતા. ખાસ વાત તો એ હતી કે, મલાઇકા આ દરમિયાન નો મેકઅપ લુકમાં સ્માઇલ સાથે પોઝ આપતી જોવા મળી હતી.
મલાઇકા અરોરાને સફેદ સૂટમાં ખૂબસુરત અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. વ્હાઇટ સૂટ, નેટનો દુપટ્ટો અને વાળને લહેરાવતી મલાઇકા ઘરેથી નીકળી તો પેપરાજી તેને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. મલાઇકાએ પણ તેમને નિરાશ ન કર્યા અને પેપરાજીને ખુલીને તેણે પોઝ આપ્યા અને સ્ટાઇલ ફ્લોન્ટ કરી. મલાઇકા આ રીતના ટ્રેડિશનલ આઉટફિટમાં ઓછી નજર આવે છે. પરંતુ જયારે પણ નજર આવે ત્યારે ખબરોમાં છવાઇ જાય છે અને આ વખતે પણ કંઇક આવું જ થયુ. ચાહકોને મલાઇકાનો આ અંદાજ ઘણો પસંદ આવ્યો.
મલાઇકાએ વ્હાઇટ રંગનો કુર્તા સેટ પહેર્યો હતો અને આ સાથે જ તેણે વાળને ખુલ્લા રાખ્યા હતા. તે આ દરમિયાન નો મેકઅપ લુકમાં સ્પોટ થઇ હતી. મલાઇકાના આ દિલકશ અંદાજના તો ચાહકો દીવાના થઇ રહ્યા છે. અદાકારાએ જે કુર્તો પહેર્યો હતો, તેનો બેસ એકદમ પ્લેન રાખવામા આવ્યો હતો અને તેના પર મેચિંગ થ્રેડથી ફ્લોરેલ મોટિક્સની એમ્બ્રોડરી કરવામાં આવી હતી. કુર્તાની હેમલાઇન પર ફ્રિંજેસ પણ જોડવામાં આવ્યા હતા. રાઉન્ડ નેકલાઇન સાથે V કટ ડિઝાઇન આપવામાં આવી હતી અને થ્રી ફોર્થ સ્લીવ્સને લૂઝ પેટર્નમાં રાખવામાં આવી હતી.