મનોરંજન

પ્રેગ્નેન્સીમાં પણ કરીના કપૂરને પહેરવો પડ્યો એટલો બોલ્ડ ડ્રેસ, ખુલ્લા વાળમાં ચહેરા ઉપર મુસ્કાન સાથે મળી જોવા

છેલ્લા 5 દિસવમાં કરીના કપૂરે પહેર્યા એવા એવા કપડાં કે જેને દરેક કોઈ પહેરવા ઈચ્છશે, જુઓ તસ્વીરો

કોરોનાને કારણે આંખી દુનિયા હેરાન થઇ ગઈ છે. જેના કારણે લોકડાઉન પણ લગાવવામાં આવ્યું તે છતાં પણ હાલત વધુ ખરાબ થઇ, પરંતુ આ મહામારીની અસર શરીર ઉપરાંત લોકોની રોજગારી ઉપર પણ થઇ રહી હતી જેના કારણે લોકડાઉનમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ફિલ્મોના શૂટિંગ પણ ફરીથી શરૂ થઇ ગયા છે.

Image Source

તો આ દરમિયાન જ અભિનેત્રી કરીના કપૂર ખાને પણ તેના ચાહકો માટે ખુશ ખબરી આપી કે તે જલ્દી જ મા બનવાની છે. કરીના પ્રેગ્નેટ હોવા છતાં પણ હાલમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે ઈચ્છે છે કે પ્રેગ્નેસીની રજાઓ લેતા પહેલા બાકી રહેલા બધા જ કામ પુરા કરી લે.

Image Source

શૂટિંગ દરમિયાન જ કરીના અલગ અલગ ડ્રેસમાં જોવા મળી. તેની આ તસવીરો પણ કેમેરામાં કેદ થઇ ગઈ. પાંચ દિવસમાં કરીના અલગ અલગ પ્રકારના પાંચ ડ્રેસમાં જોવા મળી હતી. અને તેના આ ડ્રેસ જોઈને કોઈપણ છોકરીને તેને પહેરવાની ઈચ્છા થઇ જાય.

Image Source

કરીનાને એક એડ શૂટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેને સિલ્વર રંગના બોલ્ડ ડ્રેસમાં નજર આવી હતી. આ ડ્રેસની અંદર બેબોનો સામાન્ય બેબી બમ્પ સ્પષ્ટ નજરે આવતો હતો. તેના વાળ ખુલ્લા હતા અને ચહેરા ઉપર હાસ્ય રાખીને તેને કેમેરાને પોઝ પણ આપ્યો હતો.

Image Source

તો બીજા એક શૂટિંગ દરમિયાન કરીનાનો સ્પોર્ટી લુક પણ સામે આવ્યો હતો. કરીનાનો આ લુક પણ તેના ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

Image Source

થોડા સમય પહેલા જ કરીનાએ એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. આ ફોટોશૂટમાં કરીનાએ સફેદ રંગનું મોનોટોન આઉટફિટ પહેર્યું હતું. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

Image Source

થોડા દિવસ પહેલા જ કરીનાને મુંબઈના એક સ્ટુડીઓમાં પણ સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તે પોતાની બાકી રહેલી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર હતી. આ દરમિયાન કરીનાએ ગુલાબી રંગનો ફૂલ સ્લીવ ડ્રેસ પહેર્યો હતો.

Image Source

ગણપતિ પૂજા દરમિયાન પણ કરીનાએ પેસ્ટલ ગ્રીન રંગનો શૂટ પહેર્યો હતો. આ શુટની અંદર એક પેસ્ટલ રંગનો ઢીલો કુર્તો પણ સામેલ હતો જે કરીનાના બેબી બમ્પને કવર કરી રહ્યો હતો. આ ડ્રેસમાં પણ કરીના ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.