મનોરંજન

કરીના કપૂરે શેર કરી બંને લાડલાઓ સાથે તસવીર, બતાવી જેહની ઝલક

અમ્મી કરીનાએ નાના દીકરા જેહની દેખાડી ઝલક, 5 PHOTOS જોતા જ ફેન્સ પાગલ થયા- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાને 21 ફેબ્રુઆરીના રોજ તેના બીજા દીકરા અને સૈફ અલી ખાનના ચોથા બાળકને જન્મ આપ્યો હતો. જો કે, કરીના અને સૈફે ના તો તેનો ચહેરો બતાવ્યો છે. એવામાં થોડા સમય પહેલા જ તેમના દીકરાના નામની જાણકારી સામે આવી હતી. જેમાં તેનું નામ જેહ જણાવવામાં આવ્યુ હતુ.

કરીના કપૂર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર નવી નવી પોસ્ટ શેર કરતી રહે છે. અભિનેત્રી તેના પોસ્ટથી ચાહકોનું ભરપૂર મનોરંજન કરતી રહે છે. હાલમાં જ કરીનાએ એક તસવીર શેર કરી હતી. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.  આ તસવીરમાં કરીનાના બંને લાડલા જોવા મળી રહ્યા છે. કરીનાએ તેના બંને દીકરાઓ સાથે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.

કરીના કપૂરે જે તસવીરો શેર કરી છે, તેમાં બે તસવીરોનો એક કોલાજ શેર કર્યો છે. તેમાંની એક તસવીરમાં કરીનાના ખોળામાં તૈમુુર છે અને બીજી તસવીરમાં તેનો બીજો દીકરો જેહ. જો કે, આ તસવીરમાં પણ જેહનો ચહેરો છૂપાવવામાં આવ્યો છે. આ તસવીરને શેર કરતા કરીનાએ ખૂબ જ સરસ કેપ્શન પણ આપ્યુ છે.

કરીનાએ તસવીર શેર કરતા લખ્યુ કે, મારી તાકાત…મારુ અભિમાન…મારો સંસાર. મારી પ્રેગ્નેંસી બુક મારા બાળકો વગર સંભવ ન હતી. હું મારી જર્ની, એક્સપીરિયંસ અને લર્નિંગ્સને તમારા લોકો દ્વારા વાંચવાની રાહ નથી જોઇ શકતી. પ્રી ઓર્ડર લિંક મારી બાયોમાં છે.

કરીનાએ આ વર્ષે જ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. તેના જન્મ સાથે જ કપલ તેમના નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયા છે. આ ઘર તેમના જૂના બંગલા પાસે જ છે. એવામાં કરીના બીજી પ્રેગ્નેંસી દરમિયાન સજાવટ અને ઇંટિરિયર કામમાં વ્યસ્ત હતી.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂરની પ્રેગ્નેંસી પર આધારિત પુસ્તક “પ્રેગ્નેંસી બાઇબલ” ત્રણ દિવસ બાદ એમેઝોન પર ઉપલબ્ધ થશે. આ પુસ્તકમાં કરીનાની પ્રેગ્નેંસી સાથે જોડાયેલ અનુભવોને શેર કરવામાં આવ્યા છે. વાત કરીએ વર્કફ્રંટની તો કરીના જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે.