કરીના કપૂરની પ્રેગ્નેન્સી બાઇબલને લઈને મચ્યો મોટો હોબાળો, દાખલ થઇ શકે છે તેના વિરુદ્ધ કેસ, જાણો સમગ્ર વિગત

કરીના ખાનના ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, કરીના ફસાઈ ગઈ? હવે ગમે ત્યારે….જાણો વિગત

પોતાના બીજા બાળકના જન્મ બાદ બોલીવુડની બેબો અભિનેત્રી કરીના કપૂર સતત ચર્ચામાં રહેતી જોવા મળે છે. તે અવાર નવાર પાર્ટીઓમાં પણ સ્પોટ થતી જોવા મળે છે, તો ઘણીવાર તેના લુકને લઈને પણ ચાહકોમાં ચર્ચાઓ પેદા કરતી જોવા મળે છે, પરંતુ હાલમાં કરીનાના પુસ્તકને લઈને તે વિવાદોમાં સપડાઈ ગઈ છે.

હાલમાં જ કરીનાએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું છે. જે પુસ્તકનું નામ છે “કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ”  એક તરફ જ્યાં કરીનાના ચાહકો અને મિત્રો દ્વારા આ બુકની પ્રસંશા કરવામાં આવી રહી છે તો બીજી તરફ કરીના કપૂર તેના આ પુસ્તકના કારણે કાનૂની વિવાદોમાં ફસાતી નજર આવી રહી છે.

ઓલ ઇન્ડિયા માઇનોરિટી બોર્ડ દ્વારા કરીના કપૂરના આ પુસ્તકના નામ વિરુદ્ધ આપત્તિ પણ વ્યક્ત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓલ ઇન્ડિયા માઇનોરિટી બોર્ડ આ પુસ્તકના નામ ઉપર વિરોધ વ્યક્ત કરતા અભિનેત્રી વિરુદ્ધ કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઓલ ઇન્ડિયા માઇનોરિટી બોર્ડ અધ્યક્ષ ડાયમંડ યુસુફનું કહેવું છે કે અભિનેત્રી દ્વારા રાખવામાં આવેલા પ્રેગ્નેન્સી બાઇબલથી તેમને આપત્તિ છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરના આ પુસ્તકની અંદર તેને પોતાની પહેલી અને બીજી પ્રેગ્નેન્સી વિશેની સફર વિશે જણાવ્યું છે. હવે આ પુસ્તકના નામ ઉપર જ લોકોએ વિવાદ કરવાનું શરુ કરી દીધું છે.

જેના કારણે ઓલ ઇન્ડિયા માઇનોરિટી બોર્ડ દ્વારા કાનપુરમાં ચુન્નીગંજ સ્થિત સિમેટ્રીમાં એક મિટિંગ બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં ઘણા લોકો સામેલ થયા હતા. આ મિટિંગની અંદર કરીના કપૂર ખાનના પુસ્તકની નિંદા કરવામાં આવી

અને નિર્ણય કરવામાં આવ્યો છે કે આ મામલામાં કેસ દાખલ કરવામાં આવશે. પરંતુ આ પહેલા તે તેના ઉપર કાનૂની સલાહ લેશે. આ બાબતે ઉપર હવે કરીના કપૂર તરફથી કોઈ અધિકારીક નિવેદન નથી આવ્યું.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે આ વર્ષની શરૂઆતમાં જ પોતાના બીજા દીકરા જેહને જન્મ આપ્યો છે, કરીનાએ પોતાનું આ પુસ્તક પોતાના બીજા દીકરાના જન્મ બાદ જ લખી હ્ચે. જેમાં તેને પોતાની બંને પ્રેગ્નેન્સીનો અનુભવ શેર કર્યો છે. કરીનાનું આ પુસ્તક લોન્ચ થવાની સાથે જ બેસ્ટ સેલર બની ગયું છે. કરીના આ પુસ્તકને પોતાની ત્રીજી પ્રેગ્નેન્સી જણાવે છે.\

Niraj Patel