પટૌડી ખાનદાનની બેગમ કરીના કપૂર હાલના સમયમાં બીજી વાર ગર્ભવતી છે, કરિનાનો આઠમો મહિનો ચાલી રહ્યો છે અને અમુક દિવસોમાં તે બીજા બાળકને જન્મ આપશે. ગર્ભાવસ્થામાં પણ કરીનાએ કામ કરવાનું નથી છોડ્યું.

કરીનાએ આમિર ખાન સાથેની પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પૂર્ણ કરી છે. જેના પછી તે સૈફ અલી ખાનની આવનારી ફિલ્મના શૂટિંગ સેટ પર પહોંચી હતી.

સૈફ આ ફિલ્મની શૂટિંગ ધર્મશાળામાં કરી રહ્યા હતા જ્યાં દીકરો તૈમુર પણ સાથે હતો. એવામાં પૂરો પરિવાર મુંબઈ પરત ફર્યો છે. પોતાના પેટને હાથથી સપોર્ટ આપતા કરીના સૈફ સાથે જોવા મળી હતી.

આ સમયે કરિનાનો સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો હતો.ગર્ભવતી હોવા છતાં પણ કરીનાએ પોતાની ફેશન સ્ટાઇલ સાથે જરા પણ સમજોતો નથી કર્યો.કરીનાએ H&M નો ડિઝાઇન કરેલો V નેકલાઇન લવેંડર ડ્રેસ પહેરી રાખ્યો હતો, ડ્રેસ તો એકદમ સિમ્પલ હતો પણ કરીના તેમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

આ સિવાય તેણે હલકો મેકઅપ કરી રાખ્યો હતો અને માસ્ક પણ પહેરી રાખ્યું હતું અને સનગ્લાસ પણ પહેર્યા હતા. કરીનાના આ ડ્રેસમાં બેબી બમ્પ પણ ફ્લોન્ટ થઇ રહ્યો હતો. આ ડ્રેસની કિંમત 9,198 જણાવવામાં આવી રહી છે.