મોં કેમ છૂપાવી રહી છે ? સેફના બે બે બાળકોને પેદા કર્યા પછી જુઓ કેવું ફિગર થઇ ગયું
એક બાજુ જયાં બોલિવુ઼ના ગલિયારાઓમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ચર્ચાઓ જોરોશોરોથી ચાલી રહ્યા છે ત્યાં બીજી બાજુ સેલેબ્સ પોતાની લાઇફ ડિફરન્ટ રીતે એન્જોય કરી રહ્યા છે. તેમાં કોઇ લંચ ડેટ તો કોઇ ડિનર ડેટ પર જઇ રહ્યા છે. તો કેટલાક સેલેબ્સ ઇવેન્ટમાં સામેલ થઇ રહ્યા છે. આ વચ્ચે બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેની ગર્લગેંગ સાથે લેટ નાઇટ પાર્ટી કરતી જોવા મળી, પાર્ટીમાં જતા સમયની તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
રાજસ્થાનમાં કેટરીના અને વિક્કી બરવાડા જિલ્લાની મજબૂત દીવાલો પાછળ રોયલ વેડિંગ કરી રહ્યા છે. તેમના લગ્નની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે અને આ વચ્ચે બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી કરીના કપૂર પાર્ટી કરી રહી છે. કરીના કપૂરને તેની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી સ્પોટ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા પણ મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર અને કરીના કપૂર પાર્ટી કરતા જોવા મળ્યા હતા
ત્યાં ફરી એકવાર બુધવારના રોજ કરીના કપૂર અને મલાઇકા અરોરાને પાર્ટી મૂડમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. મલાઇકા અરોરા કરીના કપૂરના ઘર નીચે સ્પોટ થઇ હતી અને તેણે બ્લેક સ્કિની પેંટ પર બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ કેરી કર્યો હતો. સાથે જ તેણે લેધરના બૂટ પણ કેરી કર્યા હતા. કરીના કપૂરે લેપર્ડ પ્રિંટ ટોપ સાથે બ્લેક સ્કિની પેંટ કેરી કર્યુ હતુ.
ઘણા સમય પછી કરીના કપૂરનો આવો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન કરિશ્મા કપૂર પણ સ્પોટ થઇ હતી. જો કે, કરીના આ દરમિયાન પેપરાજીથી પોતાનું મોઢુ છૂપાવતી જોવા મળી હતી અને આને લઇને ટ્રોલર્સે તેને ટ્રોલ કરી હતી.
આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઇ શકાય છે કે, પેપરાજી કરીના કપૂરની તસવીરો અને વીડિયો લઇ રહ્યા છે, ત્યારે કરીના તેનું મોઢુ છૂપાવે છે. આ વીડિયો જોઇ એક યુઝરે લખ્યુ- મોઢુ કેમ છૂપાવે છે ? ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ- માસ્ક નથી પહેર્યુ એટલે મોઢુ છૂપાવે છે. આવી રીતે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
View this post on Instagram
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.
View this post on Instagram
કરીનાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે આમિર ખાન સાથે “લાલ સિંહ ચઢ્ઢા”માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના “લાલ સિંહ ચઢ્ઢા”ની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. તેણે થોડા સમય પહેલા જ મુંબઇમાં તેનું શુટિંગ પૂર્ણ કર્યુ હતુ અને તે બાદ તે માલદીવ વેકેશન પર ગઇ હતી.
View this post on Instagram