5 મહિનાથી પ્રેગ્નન્ટ કરીનાએ ફ્લોન્ટ કર્યું બૅબી બમ્પ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર પોતાની બીજી ગર્ભાવસ્થાનો આનંદ પુરા જોશમાં માણી રહી છે. ગર્ભવતી હોવા છતાં પણ કરીનાએ પોતાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ દિલ્લીમાં પૂર્ણ કરી છે અને ફરીથી મુંબઈ આવી ગઈ છે. હવે કરીના પાસે નવરાશનો સમય છે, એવામાં તે સૈફ અલી ખાન સાથે કંઈક આવા અંદાજમાં મુંબઈના રાસ્તા પર ફરતા જોવા મળી હતી.

ગઈ કાલ એટલે કે રવિવારના દિવસે કરીના સૈફ સાથે ફરતા જોવા મળી હતી. આ દરમિયાન કરીનાએ હલ્કા સ્કાઈ બ્લુ રંગનો શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી રાખ્યું હતું અને માસ્ક પણે પહેર્યું હતું. જ્યારે સૈફ અલી ખાન સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા.

કરીનાનો પાંચમો મહિનો ચાલી રહ્યો છે, એવામાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. કરીના પોતાના વધેલા પેટને હાથથી સપોર્ટ આપીને સૈફ સાથે ચાલી રહી હતી. કરીના-સૈફની આ તસ્વીરો ખુબ વાયરલ થઇ રહી છે અને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.

કરીના આ દરમિયાન મેકઅપ વગરની જોવા મળી હતી અને વાળમાં પોની બનાવેલી હતી. જો કે મેકઅપ વગર પણ કરીના સુંદર જ દેખાય છે. ગર્ભાવતશામાં દરેક મહિલાઓને ખાટું અને તીખું મસાલેદાર ખાવાની ખુબ ઈચ્છા થાય છે એવામાં કરીનાના એક મિત્રએ તેને ખાટું અથાણું ભેટ સ્વરૂપે મોકલ્યું હતું.

અથાણાની તસ્વીર કરીનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી અને પોતાના મિત્રને અથાણું આપબા બદલ આભાર માન્યો હતો.

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ ખુલાસો કરતા કહ્યું હતું કે તે બીજી ગર્ભાવસ્થામાં એ ભૂલ કરવા નથી માંગતી જે તેણે પહેલી ગર્ભાવસ્થાના સમયે કરી હતી.

કરીનાએ કહ્યું કે જ્યારે તે પહેલી વાર ગર્ભવતી હતી ત્યારે તેને ખુબ ખાવાની સલાહ આપવામાં આવી હતી જેને લીધે તેનું વજન 25 કિલો વધી ગયું હતું, પણ તે આ વખતે આ ભૂલ કરવા નથી માંગતી અને હેલ્ધી અને પોષણયુક્ત ખોરાક જ લેશે.

જણાવી દઈએ કે કરીના-સૈફનું એક અન્ય નવું મકાન બની રહ્યું છે. આવનારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કરીનાના બાળકનો જન્મ થશે એવામાં સૈફ-કરીના નવા બાળકનું સ્વાગત પોતાના નવા મકાનમાં જ કરશે ત્યાં સુધીમાં તેઓના નવા મકાનનું જે પણ કામ બાકી છે તે પૂર્ણ થઇ જશે.

કરીના કપૂર કરન જોહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર, વિક્કી કૌશલ, રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, જાહ્નવી કપૂર અને આલિયા ભટ્ટ પણ ખાસ કિરદારમાં જોવા મળશે.