વિરાટ અનુષ્કા વખતે જેણે ભવિષ્યવાણી કરેલી એ સાચું પડ્યું હતું અને હવે કરીનાના બાળક વિશે પણ…જાણો વિગત
કોઇ સામાન્ય માણસ હોય કે, સેલિબ્રિટી, બધાને માં બનવાનો અહેસાસ ખૂબ જ ખાસ હોય છે. બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી વાર માતા બનવા જઇ રહી છે. પરિવારની સાથે સાથે ચાહકો પણ કરીનાના બીજા બાળકને લઇને ખૂબ જ ઉત્સાહિત છે.

કરીનાની ડિલીવરી પહેલા જ તેના બીજા બાળક માટે ગિફટ્સ આવવાના શરૂ થઇ ગયા છે. ચાહકો પણ અંદાજો લગાવી રહ્યા છે કે, કરીના કોને જન્મ આપશે છોકરો કે છોકરી ?

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર કયારેય પણ તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. તે પ્રેગ્નેંસીના છેલ્લા સ્ટેજ પર છે.

એક જયોતિષે કરીનાના આવનાર બાળકને લઇને ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યુ કે, કરીના આ વખતે દીકરીને જન્મ આપશે. આ એ જ જયોતિષ છે જેણે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે આવેલી લાડલીને લઇને ભવિષ્યવાણી કરી હતી.

કરીના કપૂર અને સૈફે ઓગસ્ટ 2020માં ચાહકો સાથે પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા. ત્યારથી અભિનેત્રી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તે કયારેક તેના લુક્સને લઇને તો કયારેક પ્રેગ્નેંસીમાં કામને લઇને ચર્ચામાં રહે છે.

કરીનાની ડિલીવરી પહેલા જ તેના ઘરે પિંક અને બ્લુ કલરની પેકિંગવાળી ગિફ્ટ્સ આવી રહ્યા છે. આ ગિફટની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.