ખબર મનોરંજન

થાકી ગઈ કરીના કપૂર, પ્રેગ્નેન્સીમાં રાખવામાં આવે છે ખાસ દેખભાળ, માતા બબીતાએ કર્યું હેડ મસાજ 

કરીના કપૂર હાલમાં પોતાની પ્રેગ્નેન્સીના દિવસોનો આનંદ કરી રહી છે. આ દરમિયાન તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક તસ્વીર શેર કરી છે જેમાં માતા બબીતા તેને માથાનું માલીશ કરી રહી છે. કરીનાએ આ તસ્વીર શેર કરતા લખ્યું છે કે, “માના હાથની માલીશ”, તસ્વીરમાં તમે જોઈ શકો છે કે કરીનાએ કફ્તાન પહેર્યું છે એન તેમે બેબી બમ્પ પણ દેખાઈ રહ્યું છે અને તેમની માતાએ ગુલાબી રંગનું શર્ટ પહેર્યું છે.

કરીનાના મોઢા પર પ્રેગ્નેન્સીની ચમક દેખાઈ રહી છે. આ તસ્વીરમાં ચાહકોની સાથે સાથે બોલિવૂડના કલાકારો પણ કોમેન્ટ કરી રહ્યા છે. મલાઈકા અરોડાએ કોમેન્ટ કરી છે કે, “બંને ખુબ જ પ્યારા લાગો છો”, તો અમૃતા અરોડાએ દિલ વાળું ઈમોજી શેર કર્યું છે.

જણાવી દઈએ કે કરીનાએ હાલમાં જ જણાવ્યું હતું કે જયારે તેને સૈફ અલી ખાનને પોતાની બીજી પ્રેગ્નેન્સી વિષે જણાવ્યું ત્યારે તેમનું શું પ્રીતિક્રિયા હતી. કરીના એ કહ્યું કે ‘તેમને પરિવારે કોઈ ફિલ્મી રિએક્શન ન હતું આપ્યું. એટલું જ નહીં સૈફનું રિએક્શન પણ નોર્મલ જ હતું.’

કરીના એ જણાવ્યું કે તેમને ઘરમાં કોઈ પણ ફિલ્મી નથી, સૈફ ખુબ જ નોર્મલ અને રિલેક્સ રહે છે, હા તેમને ખબર પડી તો તેઓ ખુબ જ ખુશ થાય હતા, તેઓ જણાવી ચુક્યા હતા કે આ બધું પ્લાન ન હતું પરંતુ આ એવું હતું જેને તેઓ વાસ્તવમાં સેલિબ્રેટ કરવા માંગતા હતા અને તેમને ખુબ જ  એન્જોય પણ કર્યું હતું.’

જણાવી દઈએ કે કરીનાને છ મહિના થઇ ગયા છે અને તેનો ખુબ જ ખ્યાલ રાખવામાં આવે છે. કરીના હાલમાં જ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની શૂટિંગ પુરી કરી છે, આ ફિલ્મમાં કરીના સાથે આમિર ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ 2020ના ક્રિસમસ પર રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 2021ના ક્રિશમસ પર રિલીઝ થશે. આ ફિલ્મ હોલિવૂડના સુપરસ્ટાર ટોમ હૈન્ક્સની ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ પર આધારિત છે.