દીકરાના જન્મના 4 મહિના બાદ કરીનાએ ઉતાર્યું તેનું વજન, મલાઈકા અરોરા સાથે પાર્ટીમાં જોવા મળ્યો ગ્લેમરસ લુક

સેફના ચોથા બાળક પછી બેગમ કરીનાએ ઉતાર્યું વજન, જુઓ કેવી પાર્ટીમાં જલસા કરી રહી છે

છેલ્લા 2 દાયકાથી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આગવી પ્રતિભા ધરાવનાર અભિનેત્રી કરીના કપૂર આજે ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે અને એ કહેવું પણ ખોટું નહીં કહેવાય કે તેના જેવું કોઈ બીજું હોઈ શકે છે. બે બાળકોની માતા હોવા છતાં પણ કરીના ખુબ જ બિન્દાસ રીતે પોતાનું જીવન જીવે છે. હાલમાં જ તે પોતાની ખાસ મિત્ર મલાઈકા અરોરા સાથે પાર્ટી કરતી નજ઼ર આવી જેમાં તેનો ગ્લેમરસ લુક છવાઈ ગયો.

કરીનાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બેસ્ટી મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે એક તસ્વીર શેર કરી છે. તસ્વીર જોઈને લાગી રહ્યું છે કે કરીનાએ તેના ઘરે એક ગેટ ટુ ગેધર પાર્ટીનું આયોજન કર્યું હશે જેમાં તે મિત્રો સાથે સમય પસાર કરતી જોવા મળી.

ખાસ વાત તો એ છે કે કરીના કપૂર લગભગ 2 મહિના બાદ પોતાની બેસ્ટ ફેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અને અમૃતાને મળી છે. જેની જાણકારી અમૃતા અરોરાએ પોતાની પોસ્ટમાં આપી છે. તસ્વીરમાં કરીનાને બ્લેક કલરના જીન્સની સાથે સફેદ ટોપ પહેરીને જોઈ શકાય છે. ચિક નેકલેસ પહેરેલી કરીના ખુબ જ સ્ટનિંગ લુકમાં દેખાય છે.

કરીના કપૂર નિયમિત રૂપથી પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની વેઇટ લોસ જર્નીની ઝલક શેર કરતી રહે છે. નવી તસ્વીરોમાં કરીના કપૂરને ડિલિવરીના ચાર મહિના બાદ વેઇટ લોસ કરેલું સ્પષ્ટ જોઈ શકાય છે. આ તસવીરોમાં કરીના પ્રેગ્નેસી બાદ ખુબ જ ફિટ નજર આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરે ફેબ્રુઆરીમાં પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. કરીના કપૂરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાના દીકરાની પહેલી ઝલક પણ શેર કરી હતી. જો કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે આમિર ખાન સાથે જલ્દી જ ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”માં નજર આવવાની છે.

Niraj Patel