મનોરંજન

પ્રેગ્નેન્સીમાં આ મેળવવા યોગા કરે છે કરીના કપૂર ખાન, બેબી બમ્પ ફ્લોન્ટ કરતા શેર કરી તસ્વીર

કરીના ખાને દેખાડ્યું પેટ, આ 7 તસવીરો જોઈને ટ્રોલરનો મગજ ગયો, કહ્યું કે “કળિયુગમાં ફક્ત….”

અભિનેત્રી કરીના કપૂર હાલ પ્રેગ્નેન્સીના  દિવસોમાંથી પસાર થઇ રહી છે. હાલ તેને 8,ઓ મહિનો ચાલી રહ્યો છે  ત્યારે આવતા મહિને તે ખુશ ખબરી પણ આપી શકે છે. કરીના બીજીવાર માતા બનવાની છે ત્યારે આ દરમિયાન તે ઘણી જગ્યાએ સ્પોટ થાય છે અને તેની બીબી બમ્પ સાથેની તસવીરો પણ વાયરલ થતી રહે છે. (Image Credit: Instagram-kreena kapoor khan)

કરીના પોતાની ફિટનેસનું પણ ખુબ જ ધ્યાન રાખે છે ત્યારે આ દરમિયાન જ કરીનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર યોગા  કરતી કેટલીક તસવીરો પણ શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે. કરીના આ દરમિયાન માનસિક શાંતિ માટે યોગા કરી રહી છે. જેમાં તેને એક ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે. કરીનાએ લખ્યું છે કે, “થોડો યોગ,  થોડી શાંતિ, મજબૂત શરૂઆત.”

આ તસ્વીરની સાથે કરીનાએ એક નવી બ્રાન્ડને પણ કોલેબોરેટ કરી છે. કરીના આ દરમિયાન પુમા બ્રાન્ડનું પ્રમોશન પણ કરતા જોવા મળી રહી છે. કરીના કપૂરની આ  તસવીરો ઉપર ઘણા લોકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે હવે કળિયુગમાં ફક્ત આજ જોવાનું  હતું.

કરીનાએ આ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે.  જેની અંદર પણ તે યોગા કરતા અને પુમા બ્રાન્ડનું પ્રમોશન કરતા જોઈ શકાય છે.

કરીના કપૂર બાંદ્રા સ્થિત પોતાના નવા ઘરની અંદર શિફ્ટ થઇ છે. જો તેના કેરિયરની વાત કરવામાં આવે તો તે જલ્દી જ આમિર ખાન સાથેની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”માં નજર આવવાની છે.