મનોરંજન

કરીના કપૂર ખાને ફરી એક વાર બેબી બંપ કર્યો ફ્લોન્ટ, ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નનેન્સીનો ગ્લો

કરીના કપૂર ખાન ફરી એક વાર બેબી બંપ ફ્લોન્ટ કરતા થઇ સ્પોટ, પિન્ક ડ્રેસમાં જોવા મળ્યો સ્ટાઈલિશ લુક

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને એક્ટર સૈફ અલી ખાને ફરી એકવાર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. કરીના કપૂર તેના પ્રેગ્નેન્સીના સમયનો ખુબ જ આનંદ માણી રહી છે. એક્ટ્રેસ તેની પ્રેગ્નેન્સીને લઈને ઘણી ઉત્સાહિત છે. કરીના કપૂર ખાન ફેબ્રુઆરીમાં બીજા બાળકને જન્મ આપશે.

Image source

કરીનાની પ્રેગ્નેન્સીને 5 મહીનાથી વધુનો સમય થઇ ગયો છે. આ દરમિયાન કરીનાનું વજન પણ ઘણું વધી ગયું છે. હાલમાં જ કરીના સ્પોટ થઇ હતી. જ્યાં તેનો બેબી બંપ જોવા મળ્યો હતો. કરીના સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ કરીનાની નવી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

આ તસ્વીરમાં કરીનાએ ગુલાબી કલરનું પ્રિન્ટેડ ફૂલ સ્લીવનું આઉટફિટ કેરી કર્યું છે. તે કારમાંથી તેના ઘરમાં જતા સમયે સ્પોટ થઇ હતી. આ દરમિયાન તેને માસ્ક પહેર્યું હતું.

Image source

બેબી બંપના કારણે કરીના કપૂર ખૂબ જ આરામથી કારમાંથી બહાર નીકળી હતી અને ધીમે ધીમે ચાલતી નજરે પડી હતી. કરીનાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા આને આગળ ખભા પાસે આવી ગયા હતા. કરીના કપૂર પ્રથમ પ્રેગ્નન્સીની જેમ આ વખતે કામ કરી રહી છે. આ દરમિયાન કરીના એક એડ શૂટ કરતી નજરે ચડી હતી.

Image source

આ દરમિયાન કરીના કપૂર ખાનના ચહેરા પર પણ પ્રેગ્નન્સી ગ્લો પણ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, કરીના તેના અને તેના ભાવિ બાળકના સ્વાસ્થ્ય માટે પણ યોગ કરી રહી છે.

Image source

કરીના કપૂરે થોડા દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેગ્નેન્સીના પાંચ મહિના પૂરા થવા વિશે માહિતી આપી હતી અને તેની એક્સાઇટમેન્ટ પણ ફેન્સ સાથે શેર કરી હતી.

Image source

આ અગાઉ પણ કરીનાએ બહેન કરિશ્મા કપૂર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવ્યાં હતાં. આ શૂટ પહેલા કરિશ્માએ બૂમરેંગ પણ શેર કરી હતી.

Image source

આ પહેલા સૈફ અલી ખાન સાથે કરીના કપૂર પણ મુંબઈની ગલી પર ચાલતી જોવા મળી હતી. આ દરમિયાન મોં પર માસ્ક હતું. સૈફ અલી ખાને સાદા સફેદ કુર્તા-પાયજામા પહેર્યા હતા.

Image source

કરીના કપૂર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગ માટે દિલ્લી ગઈ હતી. થોડા દિવસો પહેલા તે દિલ્હીથી મુંબઇ પરત આવી છે. દિલ્હી કરીના સૈફ અને પુત્ર તૈમૂર સાથે ગઈ હતી. કરીના કપૂર ટૂંક સમયમાં ફિલ્મ તખ્તનું શૂટિંગ પણ શરૂ કરશે.

Image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરિના અને સૈફ નવા ઘરમાં તેમના બાળકનું સ્વાગત કરશે. નવા મકાનમાં ટૂંક સમયમાં બંને શિફ્ટ થઈ શકે છે. સૈફ અલી ખાને ફરીથી પિતા બનવા પર કહ્યું કે હું રાહ જોઈ શકતો નથી. આ સાચી જ ઉંમર છે બાળકને મોટું થતા જોવું.જયારે તમે યુવાન હોય છે ત્યારે તમે ખુદ પર વધુ ધ્યાન આપો છો. તમે કરિયરને લઈને ચિંતિત રહો છો. તમે સેટલ થઇ ચુક્યા હોય છે તો તમારી પાસે સમય જ હોય છે તેથી તમે તેને વધુ પ્રેમ આપી શકો છો.