મનોરંજન

ગુલાબી રંગના ડ્રેસમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે કરીના કપૂર, ચહેરા પર જોવા મળ્યો પ્રેગનેન્સી ગ્લો

ફરી એકવાર બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો તો ફેન્સે આપી સલાહ, હવે તો શાંતિથી આરામ કર- જુઓ તસવીરો

બૉલીવુડ એક્ટ્રેસ હાલ તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. કરીના હાલ પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે. કરીના તેના બીજા બાળકને ફેબ્રુઆરી કે માર્ચમાં જન્મ આપશે. કરીના તેની એક્ટિંગની સાથે-સાથે તેની ફેશન સ્ટાઇલ માટે પણ ઓળખવામાં આવે છે બોલીવુડમાં ઘણા ટ્રેડની શરૂઆતનો શ્રેય કરીના કપૂરને જાય છે. જેને બધા લોકો ફોલો કરતા હોય છે. કરીના હાલ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

હાલમાં જ કરીનાએ ઇન્સ્ટાસ્ટોરી પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી હતી.આ તસ્વીરમાં તેની સાથે ટીમના સભ્ય મીકકી કૉન્ટ્રૅક્ટર, પૂનમ દમાનીયા અને અન્ય છે. કરીનાએ આ તસ્વીરમાં ગુલાબી રંગનું ગાઉન પહેર્યું છે. કરીનાના ચહેરા પર પ્રેગનેંન્સી ગ્લો સાફ નજરે આવી રહ્યો છે.

આ સાથે કરીનાએ કેપ્સનમાં લખ્યું હતું કે, ધ શૈમપેન ગાઇઝ. મારા પ્રેમ. હું તમારી સાથે બહુ જ ખુશ છું. કરીના આજકાલ તેની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે આ સાથે જ કામને મેનેજ કરી રહી છે. થોડા સમય પહેલા તેને ફિલ્મ લાલસિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ માટે શૂટ કરી રહી છે. બીજી તરફ કરીના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

આ પહેલા થોડા દિવસ પહેલા કરીના કપૂર ક્લિનિકલ વિઝીટ માટે પહોંચી હતી. તેનો આ લુક ઘણો સુંદર હતો. કરીનાએ આ આઉટિંગ દરમિયાન ગ્રે કલરનું કોલરનું થ્રિ ફોર્થ સ્લિવનો કુર્તો અને પેન્ટ પહેર્યું હતું.

કરીના થોડા દિવસ પહેલા જ વેકેશનનો આનંદ માણવા હિમાચલ પ્રદેશના મનાલી ગઈ હતી. આ બાદ તે લગાતાર નજરે આવી રહી છે. કરીના કપૂર હંમેશા તેની ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. બીજી વાર માતા બની રહેલી કરીના કપૂર સ્ટાઈલિશ પરંતુ આરામદાયક કપડાંમાં નજરે આવે છે.