કરીના કપૂરના ચહેરા પર જોવા મળ્યો ભાઈને પરણાવવાનો હરખ, દીદી કરીના ફૂલી નથી સમાતી

આજે સાંજે બૉલીવુડ ટોપ રોયલ સેલિબ્રિટી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાત જનમના બંધનમાં બંધાઈ ગયા છે. લાંબા સમયથી તેમના લગ્નની તારીખોને લઈને અટકળો ચાલતી હતી. હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના ફેમિલી અને નજીકના મિત્રોની હાજરીમાં બન્નેએ સાત ફેરા લીધા છે.

ગઈકાલે રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે બંને14 એપ્રિલે લગ્ન કરવાના છે. 14 એપ્રિલે વાસ્તુમાં લગ્ન થવાના છે. નીતુ કપૂરને આલિયા ભટ્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે હું તેના વિશે શું કહું, તે શ્રેષ્ઠ છે.

ભગવાન બંનેને આશીર્વાદ આપે. નીતુ કપૂર બાદ રિદ્ધિમાએ કહ્યું કે આલિયા ખૂબ જ ક્યૂટ છે. તે ઢીંગલી જેવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ એકદમ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. ગઈકાલે સવારે મહેંદી ફંક્શનમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, કરણ જોહર સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી.

જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. નોંધનીય છે કે આલિયા અને રણબીર પ્રથમવાર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લગ્ન પછી બંને કપલ એકાદ અઠવાડિયાનો બ્રેક લેશે ત્યારબાદ તે મનાલી નીકળી જશે. મનાલીમાં એક્ટરની અપકમિંગ ફિલ્મ એનિમનનુ બે દિવસનુ શૂટ છે.

ફિલ્મ વિશે વાત કરીએ આલિયા કપૂરની તો રણવીર સિંહની સાથે આવનારી પોતાની ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીના એક સૉન્ગના શૂટિંગના સિલસિલામાં અઠવાડિયા સુધી આલિયા સ્વિત્ઝર્લેન્ડ જશે. રિપોર્ટ પ્રમાણે, રણબીર કપૂર પણ આલિયા ભટ્ટની સાથે સ્વિત્ઝર્લેન્ડ જશે, વળી, રણબીર કપૂર આ પછી ફિલ્મ મેકર લવ રંજનની એક અપકમિંગ ફિલ્મનુ શૂટિંગ મુંબઇમાં જ કરશે, આ ફિલ્મમાં રણબીરની સાથે શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.

વેડિંગ સેરેમની પહેલા એક બાદ એક પરિવારના સભ્યો એક્ટર જ્યાં રહે છે તે વાસ્તુ બિલ્ડિંગ પહોંચી રહ્યા છે. કરીના કપૂર પણ પિતરાઈ ભાઈને પરણાવવા માટે બનીઠનીને પતિ નવાબ સૈફ જોડે પહોંચી ગઈ છે. જ્યારે તે ઘર બહાર નીકળી ત્યારે કેમેરામાં કેદ થઈ હતી. તેણે પીચ કલરની નેટની સાડી પહેરી છે. તો સૈફે પણ તેની સાથે ટ્વિનિંગ કરતાં પીચ કુર્તામાં જોવા મળ્યો.

વેસ્ટર્ન લુકમાં તેને તમે અવાર નવાર જોઈ હશે અને ચાહકોના દિલ પણ જીતતી રહે છે, પરંતુ જ્યારે ટ્રેડિશનલ પહેરવેશ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે દરેકની નજર તેના પર અટકી જાય છે. ત્યારે કરીના ફરી એકવાર તેના લુકને લઈને ચર્ચામાં આવી છે. પ્રસંગ હતો તેના પિતરાઈ ભાઈ અને અભિનેતા રણબીર કપૂરની મહેંદી સેરેમની.

YC