જીવનશૈલી મનોરંજન

કરિશ્મા કપૂરની દીકરી સમાયરાની આ આદતથી ચિંતિત છે કરીના કપૂર

અરરરર બહેન કરિશ્માની દીકરીની આ લતથી થાકી ગઈ છે માસી કરીના ખાન, કારણ જાણવા જેવું છે

બોલીવુડની ઝીરો ફિગર તરીકે ઓળખાતી અભિનેત્રી અને અને પટૌડી ખાનદાનની બેગમ એવી કરીના કપૂર આજે એક સફળ અભિનેત્રી છે. જો કે કરિનાની મોટી બહેન અને કપૂર ખાનદાનની લાડલી કરિશ્મા કપૂર પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. બોલીવુડમાં એવી ઘણી ભાઈ-ભાઈ, ભાઈ-બહેન કે બહેન-બહેનની જોડીઓ છે જે સફળ રહી છે. તેમાંની જ બે બહેનોની જોડી  કરિશ્મા-કરિનાની પણ છે.

Image Source

કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને બે બાળકો પણ છે, હાલ તે પતિથી અલગ બંને બાળકો સાથે રહે છે, જ્યારે કરીના બીજી વાર ગર્ભવતી છે. ગર્ભાવસ્થામાં પણ કરીનાએ કામ કરવાનું નથી છોડ્યું, જો કે અભિનેત્રીની સાથે સાથે કરીના એક માં પણ છે માટે કામની સાથે સાથે તેણે પરિવારને પણ સમય આપવાનું નથી ચૂક્યું.

Image Source

કરીના કપૂર કરિશ્માના બંન્ને બાળકોની ખુબ નજીક છે જો કે કરીના મોટાભાગે કરિશ્માની દીકરી સમાયરા સમય વિતાવે છે. બંને માસી-ભાણેજ વચ્ચે ખુબ સારી એવી બોન્ડિંગ છે. પણ સમાયરાની એક આદત કરીનાને બિલકુલ પણ પસંદ નથી અને તેનાથી કરીના ચિંતત પણ રહે છે.

Image Source

સમાયરાને વધારે પડતો જ ફોન વાપરવાની ટેવ છે અને તે કરીનાને બિલકુલ પણ પસંદ નથી આવતી. એક શો માં કરીનાને પૂછવામાં આવ્યું હતું કે બહેન હોવાને લીધે તે કરિશ્માને કઈ સલાહ આપવા માંગશે! તેના પર કરીનાએ કહ્યું કે,”મારી બહેનની દીકરી હાલ 14 વર્ષની છે અને તે મોટાભાગનો સમય સોશિયલ મીડિયા જેવા કે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ પર વિતાવે છે. મેં લોલો(કરિશ્મા)ને કહ્યું હતું કે સમાયરાની આ આદતને દૂર કરવાની જરૂર છે”.

Image Source

“કેમકે સોશિયલ મીડિયાને લીધે વ્યક્તિ એક જ જગ્યાએ કલાકો સુધી બેઠેલો રહે છે અને તેમાં જ વ્યસ્ત રહે છે. ન તો તમે કોઈ પુસ્તકો વાંચો છો કે ન તો બહારની દુનિયાને જાણવાની કોશિશ કરો છો.પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવવાનું પણ ઓછું થઇ જાય છે. સોશિયલ મીડિયા અમુક હદ સુધી જ વાપરવાની જરૂર છે”.

Image Source

કરીનાએ આગળ કહ્યું કે હાલના સમયમાં સોશિયલ મીડિયા આપણા જીવન પર ખુબ અસર કરી રહ્યું છે. તેની નકારાત્મક અસર પણ જોવા મળી છે, જેથી મેં કરિશ્માને કહ્યું કે સમાયરાના વધુ પડતા સોશિયલ મીડિયા યુઝ પર રોક લગાવ”.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો કરિશ્મા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે જ્યારે કરીના આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા જોવા મળશે. અમુક દિવસો પછી કરીના પોતાના બીજા બાળકને જન્મ આપશે.