મનોરંજન

લગ્ન પહેલા કરીના કપૂરે રાખી હતી આ શરત, સૈફ અલી ખાને આ દેશમાં કર્યું હતું પ્રપોઝ

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી કરીના કપૂરે પોતાના જીવનના 40 વર્ષ પૂર્ણ કરી લીધા છે. તેના જન્મ દિવસે તેને ઘણી જ શુભકામનાઓ મળી, વળી હવે તે બીજા બાળકની માતા પણ બનાવની છે જેની ડબલ ખુશી તેના ચહેરા ઉપર જોવા મળી રહી છે.

Image Source

કરીના કપૂરે વર્ષ 2012માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કરીનાએ સૈફ સાથે લગ્ન કરવા માટે એક શરત પણ રાખી હતી.

Image Source

કરીનાએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન એ વાત જણાવી હતી કે: “આજે હું એક પત્ની છું અને મારા આખા જીવનમાં મેં પૈસા કમાયા છે. મારા પતિ મારો સાથ આપ્યા કરે છે અને આજ કારણ છે કે મેં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે.”

Image Source

કરીના અને સૈફની લવ સ્ટોરી ફિલ્મ “ટશન”ના શૂટિંગ દરમિયાન શરૂ થઇ હતી. કોફી વિથ કરણમાં કરીનાએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાને તેને ગ્રીસમાં પ્રપોઝ કર્યું હતું. લગ્ન પહેલા તે બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું.

Image Source

કરીનાએ સૈફ અલી ખાન પહેલા શાહિદ કપૂરને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. વર્ષ 2007માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું. કરીનાએ કહ્યું: “હું સૈફને મળી અને મને એજ સમયે એની સાથે પ્રેમ થઇ ગયો. આ દરમિયાન મને સુપર સક્સેસ પણ મળ્યું.”

Image Source

કરીનાના જણાવ્યા પ્રમાણે: “આ એક કૈચ-22ની સ્થિતિ હતી. હું મારા કેરિયરમાં ફોકસ કરી શકતી હતી. મારા મિત્રો કહેતા, તું મૂરખ છે કે તું આ ફિલ્મ નથી કરવા માંગતી કે પછી તું હંમેશા ના કહેતી હોય છે. પરંતુ હું આજ છું. હું હંમેશાથી પ્રેમ માટે આગળ વધુ છું.”

Image Source

કરીના આમિર ખાનની આવનારી ફિલ્મ “લાલસિંહ ચઢ્ઢા”નું શૂટિંગ હાલ કરી રહી છે. સાથે જ તે બીજીવાર માતા બનાવની હોવાના કારણે સૈફ પણ તેની ખુબ જ કાળજી રાખી રહ્યો છે.