મનોરંજન

જ્યારે અભિષેક બચ્ચનને જીજુ કહીને બોલાવવા લાગી હતી કરીના કપૂર, મોટાભાગે સેટ પર મળવા આવતી હતી કરિશ્મા કપૂર

કરીના કપૂર અને અભિષેક બચ્ચનની ડેબ્યુ ફિલ્મ ‘રેફ્યુજી’ના 20 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે.આ સાથે જ બોલીવુડમાં કરીના કપૂર અને અભિષેક બચ્ચનની સફરનો પણ બે દશક જેટલો સમય થઇ ગયો છે. આ મૌકા પર કરીના કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીનો પહેલો શૉટ શેર કરતા ભાવુક પોસ્ટ લખી છે. જણાવી દઈએ કે સેટ પર કરીના કપૂર અભિષેકને જીજુ કહીને બોલાવતી હતી.

અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદાના લગ્ન કરીના કપૂરની ફઈ રીતુ નંદાના દીકરા નિખિલ સાથે થયા છે. તેઓના લગ્નના દરમિયાન જ કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની નજીકતા વધી ગઈ હતી.

Image Source

એવું પણ કહેવામાં આવતું હતું કે ફિલ્મ રેફ્યુજીની શૂટિંગના દરમિયાન કરિશ્મા કપૂર મોટાભાગે સેટ પર અભિષેકને મળવા માટે આવતી હતી. આ દરમિયાન કરીના કપૂર અભિષેકને જીજુ કહીને બોલાવવા લાગી હતી.

Image Source

રેફ્યુજીના બે વર્ષ પછી 2002 માં અમિતાભ બચ્ચને 60 માં જન્મદિસવના મૌકા પર અભિષેક અને કરિશ્માની સગાઈની ઘોષણા પણ કરી હતી જો કે સગાઈના બે મહિના પછી બંન્ને વચ્ચે સંબંધ તૂટી ગયો હતો.

Image Source

બંનેના પરિવારના લોકોએ સગાઈ તૂટવાનું કારણ તો જણાવ્યું ન હતું પણ તેના માટે જવાબદાર કરિશ્માની માં બબીતા કપૂરને જણાવવામાં આવી હતી. રિપોર્ટના આધારે બબીતા પોતાની સુપરસ્ટાર દીકરી કરિશ્માના લગ્ન સ્ટ્રગલિંગ અભિનેતા સાથે કરવા માગતા ન હતી.

Image Source

અભિષેક બચ્ચને પોતાની ડેબ્યુ ફિલ્મ રેફ્યુજીને યાદ કરતા લખ્યું કે,”તમારી પહેલી ફિલ્મ હંમેશા સૌથી પ્યારી અને ખાસ હોય છે, રેફ્યુજી પણ અલગ ન હતી. એક નવા કલાકાર બીજું કંઈ નથી માંગતા. જેપી સાહેબ સૌથી શાનદાર માર્ગદર્શિત હતા. તે મારી દેખભાળ અને માર્ગદર્શન કરનારી તાકાત રહ્યા છે”.

Image Source

અભિષેકે આગળ લખ્યું કે,”પાછું વાળીને જોવું અને આગળના 20 વર્ષોને ગણવા કોઈ આશીર્વાદથી ઓછું નથી. કોઈપણ કલાકાર એ વાત જાણે છે કે ફિલ્મ બનાવવાનો મૌકો મળવો એક મોટું સન્માન છે. 20 વર્ષ સુધી ટકી રહેવું અક્લ્પીનય જેવું લાગે છે. જો કે આ બધું મારા પરિવાર વગર કરવું સંભવ ન હતું.

Image Source

અભિષેકે પોતાના પરિવાર પર કહ્યું કે,”તે મારી પ્રેરણા, મારી તાકાત અને મારા અસ્તિત્વનું કારણ છે. જ્યારે તેઓને મારી કોઈ પરફોર્મેન્સ સારી ન લાગી તો તેઓએ મને માગર્દશન આપ્યું અને જ્યારે ફિલ્મો સારી લાગી ત્યારે મારા પર પ્રેમ પણ ખુબ વરસાવ્યો. હું તેઓના જ લીધે છું અને જાણું છું કે જ્યારે એ પાછું વળીને જોશે તો મારા પર ગર્વ કરશે”.

Image Source

અભિષેકે લખ્યું કે,”આ લાંબી યાત્રાનો સૌથી સારો ભાગ એ છે કે મને એવું મહેસુસ થાય છે કે હજી તો હું શરૂઆત કરી રહ્યો છું. હજી ઘણું બધું મારે સાબિત કરવાનું બાકી છે, મારે હજી ઘણે દૂર સુધી જવાનું છે અને મારાથી હવે ધીરજ રહી શકે તેમ નથી”.

Image Source

જણાવી દઈએ કે અભિષકે બચ્ચને ફિલ્મ રેફ્યુજીમાં એક ભારતીય એજન્ટનો કિરદાર નિભાવ્યો હતો, જે કરીનાના પરિવારને ભારતથી પાકિસ્તાન પહોંચાડે છે. આજ સફરમાં અભિષેકને કરીના સાથે પ્રેમ થઇ જાય છે.