બોલીવુડની બેબો બેગમ કરીના કપૂર ખાન ખાસ અંદાજમાં બીચ કિનારે મનાવી રહી છે તેનો જન્મ દિવસ, શેર કરી રોમાન્ટિક તસ્વીર

બોલીવુડની બેગમ અને પટૌડી પરિવારની બેગમ કરીના કપૂર ખાન આજકાલ ખુબ જ ચર્ચામાં રહે છે. પહેલા તે તેના પુસ્તકને લઈને ચર્ચામાં રહી ફરી તેના પુસ્તકમાં જણાવેલ તેના બીજા દીકરાના નામના કારણે. ત્યારે આજે કરીના કપૂર ખાનનો જન્મ દિવસ છે અને હાલ તે પોતાનો જન્મ દિવસ ઉજવવા માટે માલદીવમાં પતિ અને બંને બાળકો સાથે મજા માણતી જોવા મળી રહી છે.

કરીના કપૂર તેનો 41મોં જન્મ દિવસ ખુબ જ સુંદર લોકેશન ઉપર વિતાવી રહી છે. સોમવારે તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર તેની અને તેના દીકરાની તસ્વીર શેર કરી હતી જેમાં તેનો વેકેશન મૂડ પણ જોવા મળી રહ્યો હતો. હવે તેના બર્થડે પહેલા કરીનાએ તેના પતિ સાથે બીચ ઉપર  બેઠેલી એક રોમાન્ટિક તસવીર શેર કરી છે.

કરીનાની આ તસવીર જોઈને અંદાજ લગાવી શકાય છે કે કરીના તેના પરિવાર સાથે સમુદ્ર કિનારે ખાસ દિવસની ઉજવણી કરી રહી છે. આ તસ્વીરમાં કરીનાએ તેના પતિ સૈફ અલી ખાનના ગળામાં હાથ નાખ્યો છે. તો સાથે જ કરીના પોતાની મોટી આંગળીમાં રહેલી વીંટી અને હાથમાં પહેરેલા ગોલ્ડન બ્રેસલેટને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

કરીના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીર સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે, તેના ચાહકોને પણ તેની આ તસવીર ખુબ જ પસંદ આવી રહી છે, ઘણા ચાહકો તેની આ તસ્વીરને જોઈને રિએક્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે. તો ઘણા લોકોએ કરીનાની આ તસવીર જોઈને તેને ટ્રોલ પણ કરી છે.

કરીના કપૂર દ્વારા શેર કરવામાં અવીલી તસ્વીરમાં તેના ચહેરો કંઈક જુદો દેખાઈ રહ્યો છે. તેને ચેહરા ઉપર મેકઅપ નથી કર્યો. કરીનાની આ તસવીર જોતા એક વ્યક્તિએ કોમેન્ટ કરીને લખ્યું છે કે, “નવાબોની પત્નીઓના હાલ આવા જ થાય છે.” તો એક યુઝર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે કપડાં પણ પહેર્યા છે કે નહિ ? તો એક લખ્યું છે કે, “કેટલી ખરાબ લાગી રહી છે !”

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાને પણ આ વર્ષે જ માલદીવમાં પોતાનો 51મોં જન્મ દિવસ મનાવ્યો હતો. ત્યારે પણ કરીના અને બંને બાળકો તેની સાથે હતા. કરીનાએ સૈફ અલી ખાનને જન્મ દિવસની શુભકામનાઓ આપતી એક તસ્વીર પણ શેર કરી હતી, જેમાં તૈમુર અને જેહ પણ જોવા મળ્યા હતા.

કરીનાના જન્મ દિવસે બોલીવુડના સેલેબ્સ પણ તેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. અભિનેત્રીએ ઘણા બધા મેસેજને તેની ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ શેર કયર છે અને રીપ્લાય પણ કર્યા છે. કરણ જોહરે ઇન્સ્ટા ઉપર કરીના સાથેની તસ્વીર શેર કરી છે. તો રીધ્ધીમા કપૂરે પણ કરીના અને તેની બહેન કરિશ્મા સાથેની એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે.

Niraj Patel