મનોરંજન

કરીના કપૂર ખાને બેબી બંપ ફ્લોન્ટ કરતા શેર કરી તસ્વીર, ચહેરા પર જોવા મળ્યો પ્રેગનેન્સી ગ્લો

કરીના કપૂર ખાન પ્રેગ્નનેન્સી પીરિયડનો આનંદ માણી રહી છે. કરીના કપૂર લગાતાર શૂટ પણ કરી રહી છે. પ્રોફેશનલ લાઈફમાં પણ તે ઘણી વ્યસ્ત છે. કરીના કપૂર પ્રેગનેન્સી દરમિયાન શૂટથી જોડાયેલી તસ્વીર અને વિડીયો તેના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ કરીનાએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે. જે ચર્ચાનો વિષય બની છે.

આ પહેલી વાર છે કે , કરીનાએ તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી નજરે ચડી રહી છે.આ સાથે જ કરીના કપૂર ખાનના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો સાફ નજરે ચડે છે. આ તસ્વીરમાં કરીના પિન્ક સ્પોર્ટ્સ બ્રામાં નજરે ચડે છે. બેબી બંપ પર હાથ રાખતા સેલ્ફી ક્લિક કરતી નજરે ચડે છે. તસ્વીર શેર કરતા કરીનાએ લખ્યું હતું કે, અમે બે લોકો, શૂટિંગ સેટ પર. કરીના કપૂરની આ તસ્વીર પર બૉલીવુડ સેલેબ્સનું રિએક્શન સામે આવ્યું છે. કરીનાની આ સેલ્ફી પર રણબીર કપૂરની મોટી બહેન રીધ્ધીમા સાહની, મસાબા ગુપ્તા, અમૃતા અરોરા, મનીષ મલ્હોત્રા, કિયારા અડવાણી, સાનિયા મિર્ઝા, મૃણાલ ઠાકુરે કમેન્ટ કરી છે.

આ પહેલા પણ કરીનાએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે હેર કટ કરાવતી નજરે ચડી રહી છે. આ વીડિયોમાં કરીના કપૂર તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

કરીના કપૂર ગર્ભવતી છે અને ટૂંક સમયમાં જ બીજા બાળકને જન્મ આપશે. આ દરમિયાન તેણે બાળકના નામ વિશે જે વિચાર્યું છે તેના પર તે કહે છે કે તે તૈમૂરના નામના વિવાદથી શીખી ગઈ છે અને અગાઉ કોઈ નામ પર વિચાર કર્યો નથી. અભિનેત્રી નેહા ધૂપિયાને What Women Want એપિસોડમાં કરીના કપૂરે કહ્યું હતું કે તૈમૂરના જન્મ સમયે ઉભા થયેલા વિવાદ બાદ તેણે અગાઉથી નામ ના વિચારવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, ‘તૈમૂરના વિવાદ પછી મેં અને સૈફ અલી ખાને આ વિશે વિચાર્યું નથી. અમે સરપ્રાઈઝ આપીશું.’

કરીનાની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો તે છેલ્લે દિવગંત એક્ટર ઈરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં નજરે આવશે. આ પહેલા કરીનાએ અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજિત દોસાંઝ સાથે ફિલ્મ ગુડ ન્યુઝમાં કામ કર્યું હતું. તો આમિર ખાન સાથે ફિલ્મ લાલસિંહ ચડ્ડામાં જોવા મળશે. કરીનાએ કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’ પણ સાઈન કરી છે.