મનોરંજન

સૈફનાં પહેલા લગ્નમાં મહેમાન બનીને પહોંચી હતી કરીના, હવે બીજા બાળકની પ્રેગનેન્સીને લઈને છે ચર્ચામાં

ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરના દીકરા સૈફ અલી ખાન આજે પ્રસિદ્ધિઓ કોઈ મોહતાજ નથી. દિલ્લીમાં 1970માં 16 ઓગસ્ટે જન્મેલા સૈફ અલી ખાને તેના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પરંપરા’થી કરવામાં આવી હતી. સૈફને તેની આગામી ફિલ્મ ‘આશિક આવારા’ માટે તેને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ એક્ટરન પુરસ્કાર પણ મળ્યો હતો. સૈફ આજકાલ તેના પિતા બનવાને લઈને ચર્ચામાં છે. સૈફ અલી ખાનની પતિ કરીના કપૂર બીજા બાળકને જન્મ આપવા જઈ રહી છે.

Image source
Image source

જણાવી દઈએ કે, સૈફે બે લગ્નો કર્યા છે. જ્યારે સૈફે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમરમાં પણ મોટો ફર્ક આ સાથે જ કરિયરમાં પણ ઘણું અંતર હતું. જયારે સૈફે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું ત્યારે અમૃતા બૉલીવુડની ટોપ એક્ટ્રેસમાં શામેલ હતી. બેખુદી ફિલ્મ દરમિયાન આ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. આ પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું અને 1991 માં લગ્ન કર્યા હતા.

Image source

અમૃતા સિંહ સાથેના લગ્નની ચર્ચા જેટલી થઇ ના હતી તેટલી ચર્ચા સૈફ ના કરીના સાથેના લગ્નને લઈને થઇ હતી. સૈફે 1991માં તેમનાથી 12 વર્ષ મોટી અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા. સૈફની બીજી પત્ની કરીના તે સમયે ખૂબ જ નાની હતી. કરીના આ લગ્નમાં શામેલ થઇ હતી. કહેવાય છે કે કરીનાએ સૈફને લગ્ન માટે અભિનંદન પણ આપ્યા હતા. આ લગ્નમાં તે તેની બહેન કરિશ્મા સાથે પહોંચી હતી.

Image source

સૈફ સાથે લગ્ન કર્યા બાદ અમૃતા સિંહે ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો અને સારા અને ઇબ્રાહિમના ઉછેરમાં લાગી ગઈ હતી. જોકે લગ્ન પછી તરત જ અમૃતા અને સૈફ વચ્ચે અંતર આવી ગયું હતું. 2004માં બંનેએ છૂટાછેડા લીધા હતા. હવે કરીના સૈફની પત્ની છે. વર્ષ 2012માં સૈફ અને કરીનાએ લગ્ન કર્યા. સૈફ અને કરીનાના લગ્નમાં શામેલ થવા માટે ખુદ અમૃતાઆ દીકરી સારાને તૈયાર કરી હતી.

Image source

સૈફથી અલગ થયા બાદ અમૃતા આજે પણ સિંગલ છે. અમૃતા અને સૈફને 2 બાળકો સારા અને ઇબ્રાહિમ છે. જેમાં સારા આજે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનું મોટું નામ છે. સૈફથી અલગ થયા બાદ અમૃતા એક-બે ફિલ્મોમાં નજરે આવી ચુકી છે.સૈફ અને અમૃતા તેના બાળકોને બેહદ પ્રેમ કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.