જીવનશૈલી મનોરંજન

મુંબઈમાં શાનદાર ઘર, પટૌડી પેલેસ અને વિદેશમાં છે લકઝરીયસ બંગલો, આટલી છે સૈફ અને કરીનાની ટોટલ કમાણી

કોરોનાને કારણે હાલ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઈ ગઈ છે. રોજ ઘણા લોકો કોરોનાને કારણે મોતને ભેટે છે. ભારતમાં પણ કોરોના જેવી મહામારીના ઘણા લોકો શિકાર બન્યા છે ઘણા લોકોએ કોરોના જેવી મહામારીને મ્હાત આપી છે. ભારતમાં કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. 1 જૂનથી લોકડાઉનમાં ઘણી રાહત થઇ ગઈ છે. સામાન્ય માણસ પણ ઘરની બહાર નીકળતા ત્યારે બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ ઘરની અંદર રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન સેલેબ્સ તેનાથી જોડાયેલા તસ્વીર-કિસ્સાઓ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ વચ્ચે સૈફ અલી ખાન અને કરીના કપૂરની પ્રોપટી, પટૌડી પેલેસ, વિદેશમાં આલીશાન બંગલાને લઈને ખબર વાયરલ થઇ રહી છે. આવો જાણીએ કરીના અને સૈફ પાસે કેટલી પ્રોપટી છે.

બૉલીવુડના ચર્ચિત કપલ્સમાં કરીના અને સૈફનું નામ શામેલ છે. બંને જેટલા તેની ફિલ્મોની લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધુ તેની લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. પ્રોપટીના મામલે સૈફ અને કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ટોપ સેલિબ્રિટીઓના લિસ્ટમાં શામેલ છે.

Image source

સૈફ અલી ખાન હરિયાણાના પટૌડી ગામમાં મહેલ જે પટૌડી પેલેસ તરીકે ઓળખાય છે. તેની કિંમત આશરે 800 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ મહેલને બન્યાને લગભગ 84 વર્ષ થયા છે. આ મહેલ 1935માં 8માં નવાબ અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઇફ્તીકાર અલી હુસૈન સિદ્દીકી દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં 150 ઓરડાઓ છે અને એક સમયમાં 100થી વધુ સેવકો કામ કરતા હતા.

Image source

સૈફ-કરીના મુંબઇમાં એક વૈભવી બંગલા ધરાવે છે. જેનું નામ ફોર્ચ્યુન હાઇટ્સ છે. તેની કિંમત લગભગ 48 કરોડ છે. આ મકાનમાં સૈફ-કરીના પુત્ર તૈમૂર સાથે રહે છે. આ બંગલાની સજાવટનો શાનદાર દેખાવ છે. સૈફને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે, તેથી જ આ મકાનમાં પુસ્તકો માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. ઘરમાં વિન્ટેજ લેમ્પ્સ અને નવાબી શાન સાથે સજાવટ કરવામાં આવી છે.

Image source

રિપોર્ટ્સ અનુસાર, સૈફ અને કરીનાના સ્વિઝર્લેન્ડમાં પણ શાનદાર ઘર ખરીદ્યું છે. આ ઘરની કિંમત લગભગ 33 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

Image source

અહેવાલો અનુસાર, પટૌડી પરિવાર પાસે પણ ભોપાલમાં અબજો રૂપિયાની સંપત્તિ છે. અહીં 1000 એકરની કિંમતી જમીન પણ છે, જ્યાં ફ્લેગ સ્ટાફ હાઉસ છે.

Image source

જ્યારે સૈફ પાસે પાંચ હજાર કરોડની સંપત્તિ છે, જ્યારે કરીના પાસે 450 કરોડની સંપત્તિ છે. તે એક ફિલ્મ માટે 17 કરોડ રૂપિયા ફી લે છે.

Image source

સૈફ અને કરીનાએ 2012 લગ્ન કર્યા હતા. કરીના ને સૈફે બંને કરતા પહેલા ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. સૈફ કરિનાને જે સગાઈની વીંટી પહેરાવી હતી તેની કિંમત બે કરોડ રૂપિયા હતી.

Image source

સૈફે 1.30 કરોડની કાર તૈમૂરને ભેટમાં આપી હતી. તૈમૂરને પ્રથમ 1000 ચોરસ ફૂટના જંગલની ભેટ આપવામાં આવી હતી. કરીના અને સૈફ ફિલ્મો સિવાય જાહેરાત, એન્ડ્રોઝમેન્ટ, શો અને અન્ય સોર્સથી કમાણી કરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.