મનોરંજન

પ્રેગ્નેન્સીમાં આવી થઇ ગઈ હતી કરિનાની હાલત, બેબોએ જે ખુલાસા કર્યા તે જાણીને તમે ચોંકી જશો

હાલ આખું વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે બોલિવુડ સેલેબ્સ પણ ઘરમાં પુરાયેલા હતા. દેશને અનલોક કર્યા બાદ લોકો બહાર ફરવા લાગ્યા છે.

સેલેબ્સ તસ્વીર-વિડીયો, કિસ્સાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ વચ્ચે કરીના કપૂરનો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેના લાઈફથી જોડાયેલી વાત શેર કરી હતી.
કરીના હાલમાં તેના પરિવાર સાથે હોમ ક્વોરેન્ટાઇનને એન્જોય કરી રહી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કરીનાનો એક જૂનો ઇન્ટરવ્યુ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેની પ્રેગ્નન્સી વિશે વાત કરતી જોવા મળી રહી છે.

Image source

કરીનાએ જણાવ્યું હતું કે, મેં મારા પ્રેગ્નેન્સીના સમયગાળાનો ખૂબ આનંદ માણ્યો છે. આ સમય દરમિયાન મેં ફિલ્મો કરી, ઇવેન્ટ અને ચેટ શોમાં શામેલ થયા હતા.

Image source

કરીનાએ કહ્યું હતું કે, મેં પ્રેગ્નેન્સીના પિરિયડનો ઘણો આનંદ માણ્યો હતો. મેં સાંભળ્યું હતું કે ભારતીય એક્ટ્રેસો પ્રેગ્નેન્ટ થયા બાદ આ ખબર મીડિયા અને લોકોથી પોતાને છુપાવી દે છે. પ્રેગનેંન્સીને એન્જોય કરવા માટે તેલંડન અને અમેરિકા ચાલી જાય છે. તે ત્યા જલોકોની નજરથી બચાવીને બાળકને જન્મ આપે છે. મેં કયારે પણ આવું નથી કર્યું મેં કયારે પણ ઘર નથી છોડ્યું કે ના તો ક્યારે પણ બેબી બમ્પ છુપાવ્યું.

Image source

વધુમાં કરીનાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે એક્ટ્રેસ વધારેલા વજન અને ફેટને કારણે કોઈની સામે આવવા નથી માંગતી પરંતુ હવે સમય બદલાઈ ગયો છે.

Image source

‘હું તૈમૂરના જન્મના 20 દિવસ પહેલા કરણ જોહરના ચેટ શોમાં ભાગ લીધો હતો. તે દરમિયાન મારા હાથ, પગ અને ચહેરો સોજો થઈ ગયો હતો. તૈમૂરનો જન્મ ડિસેમ્બરમાં થયો હતો અને મેં નવેમ્બરમાં આ શો શૂટ કર્યો હતો. જ્યારે મેં આ શો જોયો ત્યારે મને ખ્યાલ આવી ગયો કે હું આ સમય દરમિયાન પણ સારી દેખાઈ રહી છું.

Image source

તાજેતરમાં કરીનાના પતિ સૈફ સાથે એક ઇન્ટરવ્યુ વાયરલ થયો હતો. ઇન્ટરવ્યૂમાં કરીના અને સૈફને પૂછવામાં આવ્યું હતું કે આ બંનેમાંથી ક્યુ વધારે પઝેસિવ છે? સૈફે જવાબ આપ્યો કે આ કેસમાં બંને એક સમાન છે. સાથે જ કરીનાએ કહ્યું કે તે સૈફની જેમ પોઝિટિવ છે.

Image source

કરીનાએ આ પ્રસંગે કહ્યું હતું કે- જો કોઈ સુંદર અને સરસ છોકરી આવે અને સૈફ સાથે વાત કરે તો મને પણ ઈર્ષ્યા થાય છે.

Image source

રીના અને સૈફની લવ સ્ટોરી લાગે તેટલી સરળ નથી. ટશન ફિલ્મમાં કામ કરતા પહેલા બંને ઓમકારા અને એલઓસી કારગીલમાં જોવા મળ્યા હતા. પરંતુ ટશન દરમિયાન તે મળ્યા હતા જેના કારણે કરીનાનું કરિયર ડાઉન થથઇ ગયું હતું. શાહિદ સાથેના સંબંધમાં અનબન શરૂ થઇ ગઈ હતી.

Image source

કરીનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું- ‘તેઓએ મને ગ્રીસ અને લદાખમાં બે જગ્યાએ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેઓએ મને કહ્યું કે અમારે લગ્ન કરવા જોઈએ. તે સમયે મને લાગ્યું કે હું તેના વિશે કશું સમજી શકતી નથી કારણ કે હું તેને જાણતી નથી. આ મારી ના ન હતી પરંતુ હું એ કહેવા માંગતી હતી કે. આ એક ઉપાય હો કે હું તેને વધુ જાણવા માંગતી હતી.

Image source

સૈફ અને કરીનાના લગ્ન 16 ઓક્ટોબર 2012 ના રોજ થયા હતા. બંને વચ્ચે 10 વર્ષનો અંતર છે. સૈફ કરીના કરતા 10 વર્ષ મોટો છે. આ કપલ કેટલાક વર્ષોથી રિલેશનશિપમાં હતું, ત્યારબાદ તેમના લગ્ન થયાં હતાં. બંનેને 3 વર્ષનો પુત્ર તૈમૂર અલી ખાન છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.