લાંબા સમય સુધી વજન ઘટાડવા માટે, કોઈ પણ પ્રકારની આડઅસર વિના ડાયેટ પ્લાનનું પાલન કરવું સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. જે લોકો બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર જેવું બોડી મેળવવા માંગે છે અને તેમનો ડાયેટ પ્લાન જાણવા માંગે છે તો તેમના માટે અહીં હાજર છે કરીના કપૂરનો ડાયેટ પ્લાન. કરીનાની ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે સોશિયલ મીડિયા પર ડાયેટ અને ફિટનેસ વિશેના કેટલાક રહસ્યો જાહેર કર્યા છે. ઋજુતા દિવેકરે પોતાના ઇન્સ્ટાગ્રામમાં આ ડાયેટ વિશે શેર કરતા લખ્યું છે કે જ્યારે કરીના ફિલ્મ ગુડ ન્યૂઝનું દિલા દો ઘર ચંદીગઢ મેં ગીતનું શૂટિંગ કરવા જઇ રહી હતી, એ પહેલાં એક અઠવાડિયા સુધી તેને આ ડાયેટ ફોલો કરી હતી.

ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે કરીનાને તેની આગામી ફિલ્મના ગીત માટે પરફેક્ટ ફિગર આપવા માટે એક સચોટ ડાયેટ પ્લાન આપી રહી હતી. ઋજુતા દિવેકરે જણાવ્યું કે આ ડાયેટ પ્લાન એવો છે કે જે બીજા દિવસ સુધી શરીરને એનર્જી આપે છે અને વજન ઘટાડવામાં અને મેનેજ કરવામાં પણ મદદ કરે છે. કરીના કપૂરને જોઈને કયારેક તો વિચાર આવતો જ હશે કે આખરે કરીના શું ખાતી હશે, કે આટલું પરફેક્ટ ફિગર હોય છે. ગીતના શૂટિંગ પહેલા એક અઠવાડિયા સુધી કરીના કપૂર 8 મિલ ડાયેટ પ્લાન પર ફોકસ કરી રહી હતી. તો ચાલો જાણીએ કે શું હતો કરીના કપૂરનો ડાયેટ પ્લાન –

તમને જાણીને નવાઈ લાગશે કે કરિનાનો ડાયેટ પ્લાન ઘરે બનેલા ભોજન જેવો જ સામાન્ય હતો. તેની ડાયેટમાં લો-કાર્બ ચિપ્સ, ઓછી ચરબી વાળું દૂધ, સલાડ સામેલ ન હતું, પણ તેના આહારમાં પૌષ્ટિક અને હાઇડ્રેટિંગ વસ્તુઓનું એક મિશ્રણ હતું.
View this post on Instagram
કરીના કપૂરનો એક અઠવાડિયાનો ડાયેટ પ્લાન –
1 – સવારે સૌથી પહેલા
કેસર સાથે પલાળેલી કાળી દ્રાક્ષ (આ ખોરાક પિરિયડના દુખાવા માટે પણ એક ઉત્તમ ઉપાય હોઇ શકે છે.)

2 – નાસ્તામાં શું ખાવું
ચટણી સાથે એક પરોઠું. ઋજુતાનું માનવું છે કે પારંપરિક રીતે તમારા પરિવારે જે ખાધું છે, એને ખાઈને તમે યોગ્ય વજન અને સારું સ્વાસ્થ્ય બનાવી શકો છો. પરાઠા પંજાબી સંસ્કૃતિમાં એક પારંપરિક નાસ્તો છે. તમે કોબીજ, મેથી, બટાકા, મૂળો, પનીર કે બીજા મોસમી શાકભાજીઓનો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો. તેલની યોગ માત્રા સાથે બનાવેલું પ્રથુ અને ઉપરથી એક ચમચી ઘી કાર્બ્સ, ફાઈબર, ચરબી અને પ્રોટીનનું એક યોગ્ય સંયોજન છે જે તમને સ્થાયી વજન ઘટાડવા માટે ડાયેટમાં નાસ્તામાં જોઈએ.

3 – મિડ-ડે મિલ પછી નાસ્તો
એક ચપટી સરિયા (તુલસી) ના બીજ સાથે નાળિયેર પાણી. આ હાઇડ્રેટીંગ પીણું તમને જમવાના સમયમાં વચ્ચે લાગેલી ભૂખને મટાડવા માટે છે. બ્લોટિંગથી છુટકારો મેળવવાનો આ એક સરસ રીત છે, જે તમે દિવસના આ સમયે અનુભવી શકો છો.

4 – લંચ
દહીં ભાત અને એક પાપડ. દહીં ભાતમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે તમને સ્વસ્થ આંતરડા આપશે. આ પાચનમાં મદદરૂપ થશે. પ્રોબાયોટીક્સ પાચનમાં સુધારો કરી શકે છે. પાપડ સાથેની આ વાનગી તમને ભોજનમાં થોડો ક્રંચ અને સ્વાદ આપી શકે છે.

5 – લંચ પછી
અખરોટ અને પનીર. અખરોટ ઓમેગા -3 ફેટી એસિડ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. ઓર્ગેનિક પનીર તમને સારી ચરબી આપે છે, જે વિટામિન એ, ડી, ઇ અને કે જેવા ચરબીયુક્ત દ્રાવ્ય વિટામિન્સને પચાવવા માટે જરૂરી છે.

6 – સાંજનું ભોજન
બનાના મિલ્કશેક. કેળા અને દૂધનું મિશ્રણ આરોગ્યપ્રદ હોય છે. કેળામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. એક ગ્લાસ બનાના શેક તમારી સાંજની ભૂખને સંતોષશે અને તમને કચરો અને જંક ફૂડથી દૂર રાખશે.

7 – ડિનર
ખીચડી અને દહીં અથવા સુરણની ટીકી અને સબ્જી પુલાવ. ચોખાને ઘણીવાર વજન વધારવા માટે દોષિત ગણવામાં આવે છે, પણ ખરેખર એક એવું અનાજ છે જે સરળતાથી પચાવી શકાય છે. સિંગલ પોલિશ્ડ વ્હાઇટ રાઈસને યોગ્ય માત્રામાં ધ્યાન આપતા વજન ઘટાડવાના આહારમાં સુરક્ષિત રીતે સામેલ કરી શકાય છે. ખીચડી, દાળ અને ચોખામાંથી બનાવવામાં આવે છે, તે પ્રોટીનથી સમૃદ્ધ ખોરાક છે જેમાં સંપૂર્ણ એમિનો એસિડ પ્રોફાઇલ છે. સુરણ એ લોકો માટે ખૂબ જ સારું છે કે જે લોકોની વેસ્ટલાઇનની આસપાસ વધુ ચરબી હોય.

8 – ઊંઘતા પહેલા
એક કપ દૂધ અથવા બનાના શેક. આ એક વૈકલ્પિક ભોજન છે અને એનું સેવન ત્યારે જ કરવું કે જયારે તમને ઊંઘતા પહેલા ભૂખ લાગી હોય. સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે ખાવાના અને ઊંઘવાની વચ્ચે બે કલાકનું અંતર હોવું જોઈએ.

ઋજુતા કહે છે કે જો તમે સ્થાયી માર્ગ લો છો અને વાસ્તવમાં સ્થાનીય, મોસમી અને પારંપરિક ભોજન લો છો તો શેપમાં રહેવું સરળ છે.
હવે તમને એવું લાગતું હશે કે આ ડાયેટ પ્લાન સાથે એ રોજ 10 કલાક કસરત કરતી હશે પણ એવું નથી, આ ડાયેટ પ્લાન સાથે કરીનાને એક અઠવાડિયામાં લગભગ 4-5 કલાક જ કસરત કરવાની પરવાનગી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.