ખબર ફિલ્મી દુનિયા

ડિલિવરીના પહેલા કેનેડા રવાના થઇ કરનવીર બોહરાની પત્ની ટીજે, વિદેશમાં આપશે ત્રીજા બાળકને જન્મ

ટીવી જગતના લોકપ્રિય અભિનેતા કરનવીર બોહરા હાલના દિવસોમાં પત્ની ટીજે સાથે સુંદર પળો માણી રહ્યા છે. જલ્દી જ કરનવીર ત્રીજા બાળકના પિતા બનવાના છે. કરનવીરની પહેલાથી જ બે ટ્વીન્સ દીકરીઓ છે અને હવે કરનવીર-ટીજે ત્રીજા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Image Source

એવામાં ત્રીજા બાળકના જન્મ પહેલા જ ટીજે કોરોના મહામારી વચ્ચે કેનેડા જવા માટે રવાના થઇ ચુકી છે અને જલ્દી જ કરનવીર પણ પોતાના કામમાંથી રજા લઈને કેનેડા માટે નીકળશે. વાત કંઈક એવી છે કે બંન્ને પોતાના ત્રીજા બાળકનો જન્મ ભારતમાં નહિ પણ કેનેડામાં કરવા માંગે છે.આ વાતની જાણકારી કરનવીરે જ આપી છે.

Image Source

કેનેડામાં ટીજેના માતા-પિતા રહે છે માટે તે પોતાના ત્રીજા બાળકની ડિલિવરી માતા-પિતાના ઘર કૅનેડામાં કરવા માંગે છે. પોતાની આગળની બંન્ને દીકરીઓનો જન્મ પણ કૅનેડામાં માતા-પિતાના ઘરે જ થયો હતો.

Image Source

ઇન્ટરવ્યૂમાં કરનવીરએ કહ્યું હતું કે,”મારી પત્ની કૅનેડાના વેંકુઅર માટે રવાના થઇ ચુકી છે, જ્યાં તેના માતા-પિતા રહે છે. આ અમારું ત્રીજું બાળક છે અને અમે બધા આવનારા મહેમાનને લિધે ખુબ જ ઉત્સાહિત છીએ. તેની પહેલા અમારી બંને જુડવા દીકરીઓ વિયના અને બેલાનો જન્મ પણ વેંકુઅરમાં જ થયો હતો”.

Image Source

કરને આગળ જણાવ્યું કે,”મારી પત્નીએ ત્રીજા બાળકનો જન્મ ભારતમાં કરવા વિશે વિચાર્યું હતું પણ અમારી દીકરીઓનો જન્મ વેંકુઅરમાં કોઈપણ જાતની સમસ્યા વગર થઇ ગયો હતો, અને અમારી દીકરીઓએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેના આવનારા ભાઈ કે બહેનનો જન્મ પણ તેના નાના-નાની ઘરે જ થાય. જેના પછી અમે નિર્ણય લીધો કે ત્રીજા બાળકનો જન્મ પણ કૅનેડામાં જ થશે”.

Image Source

કરને કહ્યું કે તે જલ્દી જ પોતાના કામને ખતમ કરીને કૅનેડા માટે રવાના થાઈ જશે જેથી તે પોતાની પત્ની સાથે સમય વિતાવી શકે અને ડિલિવરીના સમયે પણ પત્નીને સપોર્ટ અને હિંમત આપી શકે. તેના માટે કરને બે અઠવાડિયાની રજા પણ લઇ લીધી છે.

Image Source

કરનવીર અને ટીજે અવાર-નવાર બૅબી બમ્પ સાથેની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે, જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બંન્ને કેટલા ખુશ છે.