મનોરંજન

બીજીવાર માતા-પિતા બનશે કરણવીર બોહરા અને ટીજે, જુઓ તસ્વીરો

કરણવીર બોહરાની ખુશી આજે છલકાઈ રહી છે. કરણવીર આ ખુશીને તેના જન્મદિવસની બેસ્ટ ગિફ્ટ માને છે. આજે 28 ઓગસ્ટના રોજ કરણવીર તેનો બર્થડે મનાવી રહ્યો છે. આ ખાસ દિવસે તેણે સારા સમાચાર ફેન્સ સાથે શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Karanvir Bohra (@karanvirbohra) on

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ ફરી માતા-પિતા બનવાના છે. કરણવીર અને ટીજેએ આ ખુશખબર સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી છે. ‘ગુડ ન્યૂઝ’ શેર કરતી વખતે કરણવીરે પત્ની ટીજે સાથેની તસ્વીરો પણ શેર કરી છે. આ સાથે જ તેની જોડિયા દીકરીઓની તસ્વીર પણ શેર કરી છે. જેમાં તેમના ઘરે આવેલા નાના મહેમાનનો ઈશારો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Teejay Sidhu (@bombaysunshine) on

ઇન્સ્ટાગ્રામ પર તેણે ટીજે સાથે હાલમાં જ કરાવેલા મેટરનિટી ફોટોશૂટની સુંદર તસવીરો શેર કરી લખ્યું હતું કે, ‘છેવટે ભગવાન જ જન્મદાતા છે. તે તેના હાથથી દરેક સુંદર વસ્તુ બનાવે છે. તેને રૂપ આપે છે. ચાલો રાહ જોઈએ ભગવાન આપણને શું આપશે. આ સુંદર આશીર્વાદ માટે અમે અમારા ભગવાનનો આભાર માનીએ છીએ. અમે ખૂબ નસીબદાર છીએ કે તેણે અમને ફરીથી માતાપિતા બનવા માટે પસંદ કર્યા. આવનારા વહાલા આત્માને ખુબ પ્રેમ. મારા માટે આ બર્થડેની બેસ્ટ ગિફ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Karanvir Bohra (@karanvirbohra) on

તો ટીજેએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘ઘણા બધા આશીર્વાદ અને હવે આપણને વધુ એક મળ્યો છે. આભાર.’ આ ફોટોશૂટમાં ટીજે સિદ્ધુ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ તેની સુંદર પોસ્ટ શેર કરી હતી અને તેની પ્રેગનેન્સી વિશે જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Teejay Sidhu (@bombaysunshine) on

ટીજે સિદ્ધુ કરણવીરના બર્થડે પર તેમને વિશ કરી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘અમારી ટીમના કેપ્ટનને જન્મદિવસની શુભકામના. આજે હું તે બધા ટુકડાઓને પણ બર્થડે વિશ કરવા માંગુ છું જેનાથી આ સુંદર વ્યક્તિ બન્યો છે. તેનું નામ કરણવીર બોહરા છે. તમે અમારા નાના જૂથમાં કેટલા મહત્વપૂર્ણ છો તે પણ તમને ખબર નથી. તમે પિતા બન્યા પછી પણ વધુ સારા બન્યા છો. ‘

કરણવીર અને ટીજે સિદ્ધુએ 2016માં બે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો. જેનું નામ તેમણે બેલા અને વિયેના રાખ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.