મનોરંજન

જુડવા દીકરીઓ પછી કરણવીર બોહરા ફરીથી બન્યા પિતા, પત્ની ટીજેએ આપ્યો ત્રીજી દીકરીને જન્મ તો અભિનેતાનું આવું હતું રિએક્શન

ત્રીજી વાર બાપ બન્યો આ ટીવી એક્ટર, ઘરે સુંદર પરીનો જન્મ થયો- જુઓ તસ્વીરો

ટીવી જગતના લોકપ્રિય અભિનેતા કરનવીર બોહરા એકવાર ફરીથી પિતા બની ગયા છે. પહેલાથી જ જુડવા દીકરીઓના પિતા કરનના ઘરે એકવાર ફરીથી કિલકારીઓ ગુંજી છે. પત્ની ટીજે સિદ્ધુએ કેનેડામાં ત્રીજી દીકરીને જન્મ આપ્યો છે.

Image Source

આ સમાચાર કરને ઇન્સ્ટાગ્રામ દ્વારા લોકોને આપ્યા છે અને ત્રણે દીકરીઓ સાથેનો વિડીયો પણ શેર કર્યો છે. વીડિયોમાં કરને પોતાની નવજાત દીકરીને ખોળામાં રાખી છે અને જુડવા દીકરીઓ બાજુમાં ઉભેલી છે, કરન દીકરીને ખોળામાં લઈને ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.

Image Source

વીડિયોની સાથે કરને લખ્યું કે,”આ સમયે મારી અંદર જે ખુશી દોડી રહી છે તેની હું કલ્પના પણ નથી કરી શક્તો. હું આજે ત્રણ દીકરીઓના પિતા બની ગયો છું. તેનાથી વધારે શ્રેષ્ઠ જીવનમાં બીજું કઈ ન હોઈ શકે. વિચારો..હું ત્રણ રાણીઓની સાથે દુનિયાભરમાં રાજ કરી રહ્યો છું. આ પરીઓને મારા જીવનમાં મોકલવા માટે ભગવાન તમારો ખુબ ખુબ આભાર”.

Image Source

કરને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”અમારા પરિવારમાં એક અન્ય દીકરી આવી ગઈ છે. અમે પહેલાથી જ કહી ચુક્યા છીએ કે દીકરી હોય કે દીકરો અમે તેનું ભવ્યતાથી સરખું જ સ્વાગત કરશું. જો તે દીકરો હોત તો અમારા પરિવારમાં લક્ષ્મી, સરસ્વતી અને ગણેશ હોત. જો કે હવે તે લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી છે. હું પોતાને નસિબદાર માનું છું. ૐ નમઃ શિવાય”.

Image Source

આગળના દિવસે પણ કરને એક વિડીયો શેર કર્યો હતો જ્યારે તેની પત્નીની ડિલિવરી થવાની હતી અને એડમિટ કરવામાં આવી હતી. તે સમયે કરન હાથમાં નાની બૅબી સીટ લઈને જોવા મળ્યા હતા અને હોસ્પિટલની અંદર ડાન્સ કરતા કરતા જઈ રહ્યા હતા. વીડિયોની સાથે કરને લખ્યું હતું ક,”જેમ હોસ્પિટલમાં પ્રવેશ કરવો, લવ મેરા હિટ હિટ, જલ્દી જ કોઈપણ સમયે ખુશખબર મળશે. છોકરો હોય કે છોકરી, હું ભાગ્યશાળી બનવા જઈ રહ્યો છું”.

Image Source

કરન અને પત્ની ટીજે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર તેઓ દીકરીઓ સાથેની રમુજી તસ્વીરો અને વિડીયો શેર કરતા રહે છે.

જુઓ કરનવીર બોહરાનો ત્રણે દીકરીઓ સાથેનો વિડીયો…

 

View this post on Instagram

 

A post shared by Karanvir Bohra (@karanvirbohra)