સિદ્ધાર્થનો ખરખરો કરવા આવેલા કરણવીર બોહરા સસ્તી કાર લઈને ગયો તો લોકોએ ‘ગરીબ… ગરીબ’ કહીને સંભળાવ્યું અને છેલ્લે

એ ‘ગરીબ’ ‘ગરીબ’ … સસ્તી ગાડી લઈને અંતિમ સંસ્કારમાં ગયો તો લોકોએ સંભળાવી- હવે એક્ટર આવ્યો મેદાનમાં જુઓ શું કહ્યું

ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદથી જ પરિવાર સહિત ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. શુક્રવારના રોજ સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા ટીવી અને બોલિવુડ સેલેબ્સ સામેલ થયા હતા. આ વચ્ચે સિદ્ધાર્થના ઘરે પહોંચેલા કરણવીર બોહરાનો એક વીડિયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર કાર્યક્રમ બાદ મશહૂર અભિનેતા કરણવીર બોહરા તેમની પત્ની સાથે સિદ્ધાર્થની માતાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.

આ દરમિયાન તેઓ સિયાઝ ગાડીમાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં સાંભળી શકાય છે કે, એક ફોટોગ્રાફર-કેમેરામેન આ જોઇ કહી રહ્યો છે કે, સિયાઝ ગાડીમાં આવ્યા મતલબ ગરીબ છે. કરણવીર બોહરાને જેવી જ આ વીડિયો વિશે જાણ થઇ તો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યુ કે, સિયાઝ ગાડીમાં આવ્યા છે, ગરીબ લાગી રહ્યા છો. ઘણુ દુખ થયુ આ સાંભળીને. અમે અહીં 5 સ્ટાર અપીયરેંસ આપવા માટે આવ્યા છીએ શુ ?

કરણવીરે આગળ લખ્યુ કે, અમે એક એવી માતાને મળવા આવ્યા છે, જેમણે દીકરો ગુમાવ્યો છે અને નિશ્ચિત રૂપી પ્રેસવાળા લોકો આ નોટિસ કરે છે. આ એ જ છે જે પ્રેસને બદનામ કરે છે. કરણવીર બોહરાએ આવી રીતે મીડિયા કર્મી પર ગુસ્સો જાહેર કર્યો હતો, તેમના દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

સિદ્ધાર્થ શુક્લાના અંતિંમ સંસ્કારના કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં કરણવીર બોહરા, આસિમ રિયાઝ, વરુણ ધવન, વિદ્યુત જામવાલ, શહેનાઝ ગિલ, રશ્મિ દેસાઇ, રાહુલ મહાજન, અલી ગોની, યુવિકા ચૌધરી, પ્રિન્સ નરુલા, પારસ છાબરા, માહિરા શર્મા અને અર્જુન બિજલાની જેવા અનેક સ્ટાર્સ સામેલ થયા હતા.

સિદ્ધાર્થ ટીવી જગતના એક જાણિતા કલાકાર હતા. તેમની મોત બાદ તેમના ચાહકો અને મિત્રો સોશિયલ મીડિયા પર તેમના સાથે જોડાયેલી યાદો શેર કરી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Karenvir Bohra (@karanvirbohra)

Shah Jina