કરણવીર બોહરા કારમાં કરી રહ્યા હતા કિસ, પકડાઇ જવા પર મોરલ પોલિસે કરી દીધી પિટાઇ, વીડિયો વાયરલ

ટીવીનો આ સુપરસ્ટાર કોની જોડે કિસ કરતા પકડાઈ ગયો? જુઓ વીડિયો

ટીવીના પોપ્યુલર અભિનેતાઓમાંના એક કરણવીર બોહરા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. આ દિવસોમાં તે પરિવાર સાથે કેનેડામાં છે. થોડા સમય પહેલા જ તેઓ ત્રીજી દીકરીના પિતા બન્યા છે. અભિનેતા ગયા વર્ષે લોકડાઉન પહેલા જ કેનેડા ગયા હતા. આ વર્ષે પણ ભારતમાં હાલાત ના સુધરવાને કારણે તેઓ હજી કેનેડામાં છે.

કરણવીર સતત પરિવાર સાથે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. હવે તેમનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તે તેમની પત્ની સાથે કારમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. કારમાં બેઠા બેઠા તે જેવા જ તેમની પત્નીને કિસ કરવા લાગે છે કે તેમને મોરલ પોલિસ પકડી લે છે. આ મોરલ પોલિસ બીજુ કોઇ નહિ પરંતુ તેમની દીકરી છે.

કરણવીરને તેમની દીકરી કિસ કરતા રોકે છે અને તેના રમકડાથી મારે છે. કરણવીર બીજીવાર પત્ની ટીજે સિદ્ધુને કિસ કરવા જાય છે કે તેમની દીકરી ફરી વાર તેમને મારે છે અને આમ કરવાથી રોકે છે.

આ વીડિયોને કરણવીરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, શુ બધા પિતા સાથે આવુ થાય છે. પોતાની જ પત્નીને કિસ કરતા ડરવુ પડે છે. મોરલ પોલિસ હંમેશા જોઇ રહી છે.

આ વીડિયોને કરણવીરના ચાહકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે અને સાથે કમેન્ટ કરી એક્સપીરિયંસ પણ જણાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, કરણવીર ત્રણ ખૂબ જ સુંદર દીકરીઓના પિતા છે.

 

View this post on Instagram

 

A post shared by Karenvir Bohra (@karanvirbohra)

Shah Jina