મનોરંજન

4 મહિનામાં 18 કિલો વજન ઘટાડીને દેખાવા લાગી એક્ટરની માતા કંઈક આવી, 62 વર્ષની ઉંમરમાં કર્યા આ કારનામા

એક્ટર કરણ વાહી વેબ સિરીઝ હંડ્રેડ લઈને ચર્ચામાં છે. આ સાથે જ વાહીએ તેની માતાટ્રાન્સફોર્મેશનની એક તસ્વીર શેર કરી છે. જે કરણની આ તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

પ્રખ્યાત ટીવી એક્ટર કરણ વહીની માતા વીણા વાહીએ છેલ્લા ચાર મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું છે. આ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. 62 વર્ષીય વીણાને તાહિરા કોચરને વજન ઓછું કરવામાં મદદ કરી હતી. આવી ઉંમરે માતાનું પરિવર્તન જોઈને કરણ વહી પણ ખૂબ ખુશ છે. કરણે તેની માતાના કેટલાક ફોટા શેર કરવાની સાથે-સાથે ટ્રેનરનો આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

કરણ વહીએ સોશિયલ મીડિયા પર લખ્યું- મમ્મી, મને તમારી પર ગર્વ છે. મારી વાત સાંભળવામાં અને તમારી ચિંતા અન્ય લોકો સમક્ષ મૂકવા બદલ આભાર. મારી માતા 62 વર્ષની છે અને હાઈપોથાઇરોડ દર્દી છે પરંતુ છેલ્લા ચાર મહિનામાં તેણીએ 18 કિલો વજન ઘટાડ્યું છે. લોકડાઉન પછી પણ મમ્મીએ આ પરાક્રમ કર્યું છે. તે કામ કરાવવા બદલ તાહિરા કોચરનો આભાર. ઉંમર માત્ર એક સંખ્યા છે તે સાબિત થયું છે. મા હું તમને ચાહું છું

 

View this post on Instagram

 

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

કરણ વહી એક ટીવી એક્ટર અને ફિલ્મ અભિનેતા છે. તે નાના પડદા પર ચોકલેટ બોય તરીકે પણ ઓળખાય છે. 9 જૂન 1986 માં દિલ્હીમાં જન્મેલા કરણે ટીવી કારકિર્દીની શરૂઆત ટીવી શો રિમિક્સથી કરી હતી. આ પછી, તેણે સ્ટાર વનના શો દિલ મિલ ગયેમાં ડોક્ટર સિદ્ધંતની ભૂમિકા પણ ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

અભિનય ઉપરાંત કરણ એક સારા ટીવી હોસ્ટ પણ છે. તે સ્ટાર પ્લસના ડાન્સ આધારીત રિયાલિટી શો નચ બલિયે અને જીટીવીના શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપર મોમ્સમાં પણ ટીવી હોસ્ટ તરીકે દેખાયો છે. આ સિવાય તેણે સિંગિંગ બેઝ્ડ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલની પણ હોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

#Quarantine got MY Tattoo to LIFE… 😛😛😛 #hundred #becomingmaddy

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

જણાવી દઈએ કે, કરણ વાહી લારા દતા અને રીન્કુ રાજ્યગુરુની વેબસીરીઝ હંડ્રેડમાં નજરે આવ્યો હતો. આ વેબસીરીઝમાં હરિયાણી રેપરના રોલમાં હતો. આ વેબ સિરીઝ ડિઝની અને હોટ સ્ટાર પર રિલીઝ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Wahi 💜 (@karanwahi) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.