મનોરંજન

ચાહકો રાહ જોઈ રહ્યા હતા વરુણ-નતાશાના લગ્નની તસવીરોની, ત્યારે આ અભિનેતાએ લગ્ન કરી અને મેળવી ચર્ચાઓ

…તો પવિત્ર રિશ્તાના આ એક્ટરે પણ ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન, તસવીરો થઇ વાયરલ

ગઈકાલે અભિનેતા વરુણ ધવન અને તેની પ્રેમિકા નતાશા દલાલે લગ્ન કરી લીધા. ચાહકો વરુણ અને નતાશાના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા હતા, એ દરમિયાન જ ઝી ટીવીની ખ્યાતનામ ધારાવાહિક “પવિત્ર રિશ્તા”માં નજર આવી ચૂકેલા અભિનેતા કરણ વીર મહેરા ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ. (Photo credit: Instagram- KaranVeerMehra)

કરણ વીર મહેરાએ પોતાની પ્રેમિકા નિધિ વી શેઠ સાથે સાથે જીવવા મરવાની કસમ ખાઈ લીધી છે. કરણ વીર મહેરા અને નિધિ શેઠ ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, આ બંનેની ઘણી જ રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

કરણ વીર અને નિધિએ દિલ્હીના એક ગુરુદ્વારામાં સાત ફેરા લીધા હતા. વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર કરણ અને નિધિ બંને ગુરુદ્વારામાં બેઠેલા જોઈ શકાય છે.

આ દરમિયાન કરણ વીર શાનદાર વાઈન કલરની શેરવાનીમાં જોવા મળે છે, તો તેને પોતાના માથા ઉપર પાઘડી પણ બાંધી છે. આ સાથે જ અભિનેતાએ પત્નીના લહેંગાનું મેચિંગ સાફો પણ સાથે રાખ્યો છે.

તો દુલ્હન બનેલી નિધિ ક્રીમ રંગના લહેંગા ચોલીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. લહેંગાની સાથે મેચિંગ જવેલરી અને લાલ ચૂડો તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. લુકને કમ્પ્લીટ કરવા માટે કપલે એક બીજાના હાથ પકડીને શાનદાર પોઝ પણ આપ્યા હતા.