કરણ જોહરે મલાઇકાને સેક્સ લાઇફને લઇને પૂછ્યા એવા એવા સવાલ કે શરમથી લાલ થઇ ગઇ અભિનેત્રી, જુઓ શું કરી બેઠી આ

બોલિવુડની છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરા અવાર નવાર ચર્ચામાં રહે છે, મલાઈકા આજકાલ તેના શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. અભિનેત્રીએ આ શો દ્વારા ડિજિટલ ડેબ્યૂ કર્યું છે અને આ શો દ્વારા તે તેના ચાહકોને તેના જીવનને નજીકથી જાણવાની તક આપી રહી છે. આ શોમાં મલાઈકા પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરતી જોવા મળી રહી છે. પાછલા એપિસોડ્સમાં, અભિનેત્રીએ ઘણા ખુલાસા કર્યા છે, જેમાં તે રડતી, હસતી જોવા મળી હતી.

પરંતુ કરણ જોહર જ્યારે તેના શોમાં આવ્યો ત્યારે તે શરમાતી જોવા મળી. ત્યારે બધાના મનમાં એ વાત આવી જ કે એપિસોડમાં એવું તો શું થયું કે મલાઈકા આટલી શરમાળ થઈ ગઈ ? કરણ જોહર મલાઈકાના શોમાં મહેમાન તરીકે જોવા મળ્યો હતો. કરણ જોહર અને મલાઈકાની મિત્રતા ઘણી જૂની છે અને બંને ઘણી વાર પોતાની પર્સનલ લાઈફ એકબીજા સાથે સરળતાથી શેર કરે છે. આવી સ્થિતિમાં ગત એપિસોડમાં કરણ જોહર મલાઈકાને અનેક રીતે સવાલ કરવા જઈ રહ્યો છે. પરંતુ નિર્માતાએ અચાનક એક્ટ્રેસને તેની સેખ્સ લાઈફ વિશે સવાલ પૂછ્યો,

જે સાંભળીને મલાઈકા શરમથી લાલ થઈ ગઈ. વાતચીત દરમિયાન કરણ જોહરે મલાઈકા અરોરાને બેડરૂમ સિક્રેટ્સ પર સવાલ કર્યા હતા. શોના પ્રોમોમાં ચાહકોને આ બધું જોવા મળ્યું. આ સાથે કરણે તેના બેડરૂમની સ્ટોરી પણ શેર કરી હતી. કરણ જોહરે કહ્યું, ‘મેં એકવાર રોલ-પ્લે કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ડ્રેસ મને ફિટ ન હતો. તે પોલીસકર્મી હતો. હું સિંઘમ બનવા માંગતો હતો. કરણની વાત સાંભળીને મલાઈકાનો અવાજ નીકળતો બંધ થઈ ગયો હતો. આ સાથે કરણ જોહરે મલાઈકાને તેના અને અર્જુનના સંબંધો વિશે પણ ખુલાસો કર્યો હતો.

આ વીડિયો મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને તેને ઘણો પસંદ પણ કરવામાં આવ્યો. શેર કરાયેલા વિડિયોમાં જોવા મળ્યુ કે, કરણ જોહર બ્લેક લુકમાં છે અને તે મલાઈકા પાસે આવે છે અને એક્ટ્રેસ પણ તેનું આગવી અંદાજમાં સ્વાગત કરે છે. આ પછી કરણ મલાઈકાના સોફા પર બેસી જાય છે. મલાઈકા અરોરાના શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સોફા પર બેસીને કરણ જોહર એક્ટ્રેસને કહી રહ્યો છે કે ‘આ વખતે તમે કોના પ્રેમમાં છો અને લગ્ન ક્યારે કરવા જઇ રહ્યા છો ?

કરણ જોહરના સવાલ પર મલાઈકા અરોરાએ પણ પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો અને કહ્યું કે ‘કરણ, આ મારો સોફા છે, તારો નહીં, ઓકે બાય’. મલાઈકા અને કરણને ખૂબ જ મસ્તી કરતા જોવાની સાથે સાથે મલાઈકા કરણ જોહરના ખોળામાં બેઠેલી જોઈ શકાય છે. આ શોમાં કરણ જોહરે કબૂલાત કરી હતી કે તેના પર સેલિબ્રિટી મહેમાનોની સેખ્સ લાઇફ વિશે પૂછપરછ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કરણે મલાઈકાને પૂછ્યું કે તે આ કેસમાં તેની કેવી રીતે મદદ કરી શકે છે.

આના પર ગ્લેમર ગર્લે કરણ જોહરને ડેટિંગ એપ્સ ટ્રાય કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારબાદ કરણ જોહરે ખુલાસો કર્યો હતો કે તેણે ડેટિંગ એપ્સ ટ્રાય કરી છે, પણ તેને કોઈ ગમ્યું નહિ. કેટલાક લોકોને કરણ જોહરે પર્સનલ મેસેજ લખીને હાય કહ્યું. કરણ જોહરના આ શબ્દો સાંભળીને મલાઈકા અરોરા હસવા સિવાય બીજું કંઈ કરી શકી નહીં. હસતાં હસતાં મલાઈકાએ કહ્યું- તો પછી સમસ્યા તમારી સાથે છે.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

Shah Jina