GujjuRocks

OMG: ‘કસૌટી…’ ના સેટ પર કરણ સિંહ ગ્રોવરની ફેરવેલ થઇ! જાણો કેમ છોડ્યો શો

એકતા કપૂરનો શો ‘કસૌટી ઝીંદગી કી-2’ લોકપ્રિયતાની બાબતામાં લગાતાર વધી રહ્યો છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત આ ટીવી શો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. શોના દરેક કિરદારો પણ એટલા લોકપ્રિય છે કે તેઓ દર્શકોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં કામિયાબ રહ્યા છે.

Image Source

અમુક સમય પહેલા જ શો માં નકારાત્મક ભૂમિકા ભજવી રહેલી કોમલિકાના કિરદારમાં અભિનેત્રી હીના ખાને શો છોડ્યો હતો. બોલીવુડમાં અમુક ખાસ પ્રોજેક્ટ મળવાને લીધે હીના ખાન ટીવી દુનિયામાંથી બોલીવુડમાં એન્ટ્રી લેવા જઈ રહી છે. એવામાં મેકર્સને નવી કોમલિકા પણ મળી ચૂકી છે.

મળેલી જાણકારીના આધારે શો માં હિના ખાન પછી કોમલીકાના કિરદારને અભિનેત્રી આમના શરીફ ભજવશે. એવામાં ફરીથી આ શો નો એક ખાસ કિરદાર અમુક વ્યક્તિગત કારણોને લીધે શો છોડવા જઈ રહ્યો છે.

શો માં મિસ્ટર બજાજના પાત્રમાં બિપાશા બાસુના પતિ અને અભિનેતા કરન સીંહ ગ્રોવર શો છોડી શકે તેમ છે. કરન સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને શો છોડવાની જાણકારી આપી છે.

કરન સિંહે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પુરી ટિમ સાથે તસ્વીર શેર કરી હતી અને ભાવુક પોસ્ટ લખી હતી જેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે હવેથી શો માં કરન સિંહ ગ્રોવર જોવા મળશે નહીં. કરને કૈપ્શનમા લખ્યું કે,”ખુબ સારા સમય માટે તમારો ખુબ આભાર અને આ ફેરવેલ માટે પણ. મારા માટે તમારા બધા સાથે કામ કરવું ખુશીની વાત છે, એકતા કપૂર અમે તમને આગળના દિવસે ખુબ યાદ કર્યા.”


જણાવી દઈએ કે શો છોડવાને લીધે કરન માટે ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શો ની પ્રોડ્યુસર એકતા કપૂર પહોંચી શકી ન હતી જેને લીધે કરને આવી ભાવુક પોસ્ટ લખીને એકતા કપૂરેન યાદ કરી હતી.


રિપોર્ટના આધારે કરન એ વાતથી ખુશ નથી કે મિસ્ટર બજાજનો કિરદાર કેવી રીતે દેખાડવામાં આવ્યી રહ્યો છે, તેણે આ બાબત વિશે એકતા કપૂર સાથે પણ વાત કરી હતી. જેના પછી બંન્નેએ મળીને જ મિસ્ટર બજાજના કિરદારને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

Image Source

રિપોર્ટના આધારે એ પણ જાણવા મળ્યું છે કે શો છોડવાનું અન્ય કારણ આમના શરીફ પણ છે. નવી કોમકલીકાના કિરદારને લીધે શો માં ભારે ઉછાળ આવવાનો છે. શો માં મિસ્ટર બજાજ અને તેના પરિવારને અમુક સમય માટે ગાયબ કરી દેવામાં આવશે અને પૂરું ટ્રેન્ડ કોમલીકા પર રહેશે. જો કે કરને પોતે આ બાબત પર કોઈ ખુલાસો કર્યો નથી. શો માં મિસ્ટર બજાજની ગેરહાજરી શો માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે અને ટીઆરપી માં પણ ઉતાર-ચઢાવ આવી શકે તેમ છે.

અચાનક જ શો છોડવા પર દર્શકોની સાથે સાથે શો ના મેકર્સને પણ ખુબ જટકો લાગ્યો છે. પણ જો શો માં મિસ્ટર બજાજનો ટ્રેક આવશે તો તે શો માં પાછા આવી પણ શકે તેમ છે, એવામાં હવે કરન જલ્દી જ ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝના બીજા સીઝની તૈયારી કરવાના છે.


જણાવી દઈએ કે શો માં જે સમયે હીના ખાનની એક્ઝિટ થઇ હતી તે સમયે કરન સિંહ ગ્રોવરની મિસ્ટર બજાજના સ્વરૂપે ગ્રાન્ડ એન્ટ્રી થઇ હતી. શો માં કરન સિંહને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યા હતા, હવે એ જોવાનું રહેશે કે આમના શરીફને લીધે શો માં કેવા ઉછાળ આવશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

Exit mobile version