મનોરંજન

વધુ એક બધાના ફેવરિટ કપલનું લગ્ન જીવન થયું વેર-વિખેર, લગ્નના 3 વર્ષ તો માંડ થયા

આ વર્ષ ઘણા બૉલીવુડ અને ટેલિવિઝનના એક્ટર અને એક્ટ્રેસે સંબંધનો અંત લાવ્યો છે. જેમાં વધુ એક નામ ઉમેરાયું છે. યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ, પવિત્ર રિશ્તા, કાલા ટીકા જેવી સીરિયલમાં કામ કરનારા એક્ટર કરણ શર્મા હાલ એક દુઃખદ ઘટનામાંથી પસાર થઇ રહ્યો છે. કરણ શર્માએ હાલ જેમાં 3 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tia Kar (@the_tiaara) on

કરણ શર્માએ ત્રણ વર્ષ પહેલા સિંગરમાંથી એક્ટ્રેસ બનેલી ટીયારા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને વચ્ચે મતભેદ થવાના કારણે આ સંબંધનો અંત આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tia Kar (@the_tiaara) on

કરણ અને ટીયારાની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. આ બાદ બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. 19 મહિના ડેટિંગ કર્યા બાદ બંનેએ તેના સંબંધને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. આ બાદ બંનેએ 2015માં સગાઈ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Karan Sharma (@karansharmaa_official) on

કરણ અને ટીયારાના લગ્ન 16 નવેમ્બર 2016ના થયા હતા. કરણ ગડવાલી છે જયારે ટીયારા બંગાળી છે. આ બંનેએ બંને રીત-રિવાજથી કરણના હોમટાઉન રાની પોખરી ઉત્તરાખંડમાં લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્નમાં ટીવી સ્ટાર્સ અને બૉલીવુડ સેલેબ્સ હાજર રહ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જયારે કરણને તેના અને ટીયારાના અલગ થવાનું કારણ પૂછવાની કોશિશ કરી ત્યારે કરણે કહ્યું હતું કે, હું આ બાબતે કોઈ કમેન્ટ કરવા નથી માંગતો.

 

View this post on Instagram

 

A post shared by Tia Kar (@the_tiaara) on

મીડિયા રિપોર્ટનું માનીએ તો બંને વચ્ચે લગ્નના થોડા સમય બાદ જ સંબંધ બગડવાનું શરૂ થઇ ગયું હતું. બંનેને સંબંધો એટલા વણસી ગયા હતા કે બંને અલગ-અલગ રહેતા હતા. આખરે બંનેએ અલગ રહેવાનું જ નક્કી કર્યું હતું. ટીયારા અને કરણ બંને સોમવારે કાનૂની રીતે અલગ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Karan Sharma (@karansharmaa_official) on

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કરણ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ સિવાય બા, બહુ અને બેબીમાં પણ નજરે આવી ચુક્યો છે, તો ટીયારા ઇન્ડિયન આઇડલને લઈને ચર્ચામાં આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.