ખબર

મહારાષ્ટ્રમાં લાગ્યું વિકેન્ડ લોકડાઉન તો આ દિગ્ગજને આવ્યો ગુસ્સો, કહ્યું, “નેતાઓ રેલીઓ કરી શકે અને સામાન્ય માણસ…”

દુનિયાભરમાં હાલ કોરોના ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કેસમાં તોતીંગો વધારો જોતા ઘણી જગ્યાએ લોકડાઉન અને કેટલીક પાબંધીઓ પણ રાખવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્રમા પણ વિકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

ત્યારે બધા વચ્ચે આ પાબંધીઓને જોતા જ ટીવી અભિનેતા કરણ પટેલને પણ ગુસ્સો આવ્યો છે અને આ હરકતને બેવકૂફી ભરેલું પગલું જણાવ્યું છે. કરણ પટેલનું કહેવું છે કે, “અભિનેતા પોતાના પ્રોજેક્ટનું શૂટિંગ કરી શકે છે. ક્રિકેટર પોતાના મેચ રમી શકે છે. નેતા હજારો લોકોની વચ્ચે રેલીઓ કરી શકે છે. લોકોને વોટ નાખવાની અપીલ કરે છે. પરંતુ  સામાન્ય માણસ કામ ઉપર નથી જઈ શકતો. આ બહુ જ મૂર્ખાઈ ભરેલું છે.”

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં દિવસેને દિવસે કોરોનાના મામલાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.