મનોરંજન

કરન પટેલે પહેલી વાર દેખાડ્યો દીકરી મેહરનો ચેહરો, તસ્વીરમાં દેખાઈ બાપ-દીકરીની ક્યૂટ બોન્ડિંગ

ટીવીના ફેમસ શો યે હૈ મોહબ્બતેમાં રમણ ભલ્લાનો કિરદાર નિભાવેલા અભિનેતા કરન પટેલ પોતાના અભિનય અને પોતાની લગ્ઝરીયસ લાઈફસ્ટાઇલને લીધે પણ જાણવામાં આવે છે. જો કે કરણ પટેલ પોતાના વ્યક્તિગત જીવનને પર્સનલ રાખવામાં જ વધારે માને છે, કદાચ આ જ કારણ છે કે કરને પોતાની દીકરીનો ચેહરો આજ સુધી પોતાના ચાહકોને દેખાડ્યો ન હતો.

Image Source

કરન પટેલ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર દીકરી મેહર સાથેની તસ્વીરો શેર કરતા રહે છે પણ તેનો ચેહરો ક્યારેય દેખાયો નથી. એવામાં તાજેતરમાં જ કરન પટેલે દીકરીની તસ્વીર શેર કરી છે જેમાં તેનો ક્યૂટ ચેહરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

Image Source

કરને દીકરીની તસ્વીર પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે દીકરીની સાથે બાળક બનીને મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. કરન દ્વારા દીકરીનો ચહેરો દેખાડવો ચાહકો માટે કોઈ ગિફ્ટથી કમ નથી.

Image Source

તસ્વીમાં મેહર અને કરન બંને નીચે બેઠેલા છે અને મેહર પિતા સામે ક્યૂટ સ્માઈલ આપતી દેખાઈ રહી છે. તસ્વીરની સાથે કરને લખ્યું કે,”મારી આંખો બંધ થવા પર પણ મને માત્ર તું જ દેખાય છે મારી પ્યારી દીકરી”. આ સિવાય કરને પત્ની અંકિતા સાથેની પણ તસ્વીર શેર કરી છે જે મેહરના પહેલા જન્મદિવસની ઉજવણીની છે.

Image Source

કરને વર્ષ 2015માં અચાનક જ અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરીને દરેકને ચોંકાવી દીધા હતા. લગ્નના ચાર વર્ષ પછી 2019માં દીકરી મેહરનો જન્મ થયો હતો. લગ્ન પછી અંકિતાનું બે વાર  ગર્ભપાત પણ થઇ ગયું હતું અને ત્રીજીવાર ગર્ભવતી થયા પછી મેહરનો જન્મ થયો હતો.

Image Source

જણાવી દઈએ કે લગ્ન પહેલા કરન પટેલનું નામ અભિનેત્રી કામ્યા પંજાબી સાથે પણ જોડાયું હતું અને બંન્ને એકબીજાને ડેટ પણ કરતા હતા. અચાનક જ કરને બ્રેકઅપ કરીને અંકિતા સાથે લગ્ન કરી લીધા.