અમુક દિવસી પહેલા જ ટીવીની લોકપ્રિય સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ ના અભિનેતા કરન પટેલ પિતા બન્યા છે. કરન પટેલની પત્ની અંકિતાએ 14 ડિસેમ્બર ના રોજ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મથી કરન-અંકિતા અને પરિવારના લોકો ખુબ જ ખુશ છે. એવામાં કરનના ચાહનારાઓ પણ એ જાણવા ઉત્સુક હતા કે આખરે તેઓએ તેની દીકરીનું નામ શું રાખ્યું છે? એવામાં કરન પટલે દીકરીના નામની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

કરને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું કે,”તમારા બધાના આશીર્વાદે અમારા લોકોની દુનિયા વધારે સુંદર બનાવી દીધી છે. દરેક ચાહનારાઓનો ખુબ ખુબ આભાર,રબ દી ‘મેહર’. અંકિતાએ પણ આ પોસ્ટ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. પોસ્ટ દ્વારા બંન્નેએ જણાવ્યું છે કે તેઓએ પોતાની દીકરીનું નામ ‘મેહર’ રાખ્યું છે.

જેના પછી અભિનેત્રી કિશ્ચર મર્ચેન્ટએ કમેન્ટ કરીને કહ્યું કે,”હું તમારા બંન્ને માટે ખુબ જ ખુશ છું. મમ્મી-પપ્પાને ખુબ ખુબ શુભકામના અને મેહેરને ખુબ ખુબ પ્રેમ’. આ સિવાય આશા નેગીએ લખ્યું કે,”તમને બંન્નેને ખુબ શુભકામનાઓ.’ આ સિવાય યે હૈ મોહબ્બતેંમાં કરનના નાના ભાઈનો કિરદાર નિભાવી રહેલા અલી ગોનીએ દિલ વાળો ઈમોજી બનાવ્યો હતો.

આ સિવાય અદિતી ભાટિયાએ કમેન્ટમાં મેહરને મળવાની વાત કહી હતી. અદિતિએ લખ્યું કે,”હું મેહરને મળવા માટે વધારે રાહ નહિ જોઈ શકું’. અંકિતા અને કરનનું આ પહેલું બાળક છે બંન્નેએ વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા.

કરન પટેલ અને દિવ્યાંકા ત્રિપાઠીની આ સિરિયલ યે હૈ મોહબ્બતેં અમુક સમય પહેલા જ બંધ થઇ છે. શો બંધ થવાની ઘોષણા થયા પછી કરીને એક ભાવુક પોસ્ટ પણ લખી હતી. પોસ્ટમાં કરને લખ્યું હતું કે,”દરેક સારી વસ્તુ એકના એક દીસવે તો ખતમ થવાની જ છે. હવે શો યે હૈ મોહબ્બતેંના ખતમ થવાનો સમય આવી ગયો છે. મારા માટે આ માત્ર એક શો જ નથી પણ તે મારા માટે ઘર છે. જ્યા મારો પરિવાર અને મિત્રો છે. અહીં મને અલી, અભિષેક, સંગ્રામ અને રાજ જેવા ભાઈઓ મળ્યા અને સૌથી મહત્વપૂર્ણ સુરજજી. છ વર્ષનું આ બંધન શબ્દોમાં વર્ણવી ન શકાય.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ