બૉલીવુડ અને ટીવીના સ્ટારની જેમ તેમના બાળકો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમનો જન્મ દિવસ હોય કે કોઈ જગ્યાએ તે સ્પોટ થઇ જાય અથવા તો તેમની નાની નાની હરકતો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. હાલ ટીવીના સ્ટાર કરણ પટેલની લાડલીના જન્મ દિવસની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
અભિનેતા કરણ પટેલ અને તેની પત્ની અંકિતા ભાર્ગવે પોતાની દીકરોનો પહેલો જન્મ દિવસ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો. તેમની દીકરી મહેરનો જન્મ દિવસ 14 ડિસેમ્બરના રોજ હતો. તે નિમિત્તે એક ખાસ થીમ પાર્ટી રાખવામાં આવી હતી. જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
દીકરીના જન્મ દિવસના પ્રસંગે કરણ અને અંકિતાએ પોતાના ઘરને ખાસ રીતે સજાવ્યું હતું અને તેની તસવીરો પણ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કરી હતી. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે રૂમને અલગ અલગ રંગના ફુગ્ગા દ્વારા સજાવવામાં આવ્યો છે.
View this post on Instagram
મહેરના જન્મ દિવસે ખાસ પ્રકારનું થીમ રાખવામાં આવ્યું છે. આખો રૂમ પર્પલ કલરના થીમ ઉપર સજાવવામાં આવ્યો હતો.
View this post on Instagram
મહેરના જન્મ દિવસની સામે આવેલી તસ્વીરોમાં જોવા મળે છે કે મહેર તેમાં સફેદ રંગના ફ્રોકમાં ખુબ જ સુંદર લાગી રહી છે. તો બીજી એક તસ્વીરોમાં અંકિતાના ખોળામાં તે નજર આવી રહી છે અને તેના પિતા કરણ પટેલ હાથની આંગળીથી એક વર્ષનો ઈશારો કરતા જોવા મળી રહ્યા છે.

આ તસ્વીર પોસ્ટ કરવાની સાથે અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે, “મારી ચકલી, માતાના રૂપમાં મને પસંદ કરવા માટે તારો આભાર. હું એ બધું જ તારા માટે કરીશ જે હું કરી શકું છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આગળના પણ બધા જ જન્મમાં હું તને મારી દીકરીના રૂપમાં મેળવું.”