મનોરંજન

“યે રિશ્તા કયા કહેલાતા હે”ના આ અભિનેતાની પોલિસે કરી ધરપકડ, કહ્યુ- હું કંઇ કરવાની હાલતમાં ન હતો, જાણો કારણ

ટીવીના જાણિતા અભિનેતા કરણ મેહરાની મુંબઇ પોલિસે ધરપકડ કરી છે. તેના પર તેમની પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયલેંસનો કેસ દાખલ કરાવ્યો છે. નિશાએ તેની ફરિયાદમાં કહ્યુ છે કે, કરણ મેહરાએ તેની સાથે પહેલા પણ ઝઘડો કર્યો અને મારપીટ પર ઉતરી ગયા હતા.

કરણ મેહરા અને નિશાના લગ્ન જીવનમાં ઘણા સમયથી બધુ ઠીક ચાલી રહ્યુ નથી. જો કે, કરણે એવી ખબરોને અફવા ગણાવી હતી. તેમનું કહેવુ હતુ કે, બંનેનો સંબંધ મજબૂત છે. તેમને ખબર નથી કે આવી અફવા ક્યાંથી આવી રહી છે. સોમવારે આપેલા એક ઇન્ટરવ્યુમાં કરણે કહ્યુ હતુ કે, કોરોના દરમિયાન નિશાએ તેમનું પૂરુ ધ્યાન રાખ્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, કરણે અભિનેત્રી નિશા સાથે 24 નવેમ્બર 2012ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા હતા. વર્ષ 2017માં તેમને એક દીકરો પણ થયો હતો.

કરણ મેહરાએ તેમના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસ શો “યે રિશ્તા કયા કહેલાતા હે”થી કરી હતી. આ ધારાવાહિકમાં તેમનું નામ નૈતિક સિંઘાનિયા હતુ અને તેઓ આ ધારાવાહિકથી ઘણા લોકપ્રિય પણ થયા હતા. તે બાદ તે “નચ બલિયે 5” “શ્રીમાન વર્સિસ શ્રીમતી” અને “બિગબોસ 10″માં જોવા મળ્યા હતા.