ફિલ્મી દુનિયા

સુશાંત સિંહની આત્મહત્યા બાદ કરણ જોહરે લીધો મોટો નિર્ણય, કોઈને પણ નહોતી આવી આશા

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના ઘરની અંદર આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. સુશાંતની આત્મહત્યા બાદ બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ઉપર ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, નામચીન અભિનેતાઓથી લઈને ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ નિશાના ઉપર આવવા લાગ્યા છે. કેટલાક કલાકોરોએ આ વિષે ખુલીને પણ વાત કરી છે અને કહયું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભાઈ ભત્રીજા વાદનો શિકાર થઇ ગઈ છે. તેની અસર સોશિયલ મીડિયા ઉપર પણ જોવા મળી અને ઘણા લોકો નિર્મતા અને નિર્દેશકો વિરુદ્ધ પણ ટિપ્પણી કરી.

Image Source

આ બધામાં ફિલ્મમા નિર્માતા અને નિર્દેશકક કર્ણ જોહર પણ સૌના નિશાન ઉપર હતા. સુશાંતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા દ્વારા કરણ જોહરની લોકો આલોચના કરવા લાગી ગયા હતા. આ સમયમાં કર્ણ જોહરે એક મોટો નિર્ણય કર્યો છે.

Image Source

કરણ જોહરે પોતાના સોશિયલ મીડિયા ઉપરથી જે લોકોની જરૂર નહોતી તેવા ઘણા બધા લોકોને અનફોલો કરી દીધા છે. એવી માહિતી પણ મળી છે કે કર્ણ જોહરે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપરથી પણ 100 લોકોને અનફોલો કર્યા છે.

Image Source

કરણ જોહરે આ નિર્ણય સુશાંતના મૃત્યુ બાદ લીધો છે. કરણ જોહર હવે માત્ર 8 લોકોને જ જેની અંદરના 4 લોકો તો તેમની કંપની ધર્માં પ્રોડક્શન સાથે જોડાયેલા છે. તો એ શિવ બાકીના સુપર સ્ટાર છે જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ છે. આ પહેલા તે ઘણા બધા બૉલીવુડ સિતારાઓને ફોલો હતા.

Image Source

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત બાદ સોશિયલ મીડિયામાં બોલીવુડમાં અંદરના જ લોકોને સાથ સહકાર આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. જેના લિસ્ટમાં કરણ જોહર પણ સામેલ હતા. તમને જણાવી દઈએ કે કરણ જોહર છેલ્લા એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત સાથે વાત નહોતા કરી રહ્યા. આ વાતનો ખુલાસો કરણ જોહરે જ એક પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર શેર કરીને કર્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.