કરણ જોહરે અનિલ કપૂર સાથે કરી એવી હરકત કે ઉછળીને ભાગ્યા અભિનેતા? જુઓ વીડિયો

હાલ તો એક બાદ એક ફિલ્મો થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે. હાલમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 અને કંગના રનૌતની ધાકડ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ત્યાં હવે વધુ એક ફિલ્મ આવવાની છે, જેમાં વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર તેમજ નીતૂ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મનું નામ છે જુગ જુગ જીયો…રવિવારના રોજ વરુણ અને કિયારાની અપકમિંગ ફિલ્મ જુગ જુગ જીયોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં બધા સ્ટાર્સ સામેલ થયા હતા.

ફિલ્મના સ્ટાર્સ સાથે સાથે ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર પણ હાજર રહ્યા હતા અને આ સમયે કરણે કંઇક એવું કર્યુ કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો. ટ્રેલર રીલિઝ ઇવેન્ટ માટે અનિલ કપૂર જેવા જ સ્ટેજ પર આવે છે કે પહેલાથી જ સ્ટેજ પર હાજર કરણ જોહર તેના પગે પડવાની કોશિશ કરે છે. કરણને આવું કરતો જોઇ અનિલ કપૂર ઉછળી પડે છે અને ત્યાંથી લાંબી છલાંગ લગાવે છે. તે કરણ જોહરને આવું કરવા દેતા નથી. તે કરણને આવું ન કરવા માટે કહે છે.

જો કે, આગળના જ પળે અનિલ કપૂર સનગ્લાસ ઉઠાવી કરણ જોહરને આપે છે. આને જ ઉઠાવવા માટે કરણ જોહર પહેલા ઝૂક્યા હતા પરંતુ અનિલ કપૂરને એવું લાગે છે કે કરણ તેમના પગે પડવા જાય છે. જે બાદ અનિલ કપૂર અને કરણ જોહર એકબીજાને ગળે મળે છે અને હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.આ વીડિયો ઘણો મજેદાર છે. સોશિયલ મીડિયા પર આ વીડયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ- શું વાત છે સંબંધ જ બદલાઇ ગયો.

ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ- સર તો હજી જવાન છે.આ ઇવેન્ટના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાંથી એક વરુણ ધવનનો છે. આ વીડિયોમાં વરુણ ધવનની જબરદસ્ત ફેન ફોલોઇંગ અને તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનિલ કપૂર સાથે મજાક કરતા સમયે કરણ જોહરે તેમને પૂછ્યુ- એકે તમે આ ફિલ્મમાં ઘણા નોટી મેન બન્યા છો ? ઘણા નોટી. રીલ અને રિયલમાં કોઇ તુલના છે શું ? અનિલ કપૂરે ના કહેતા માથુ હલાવ્યુ અને કહ્યુ કે બિલ્કુલ નોટી નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ઇવેન્ટમાં વરુણ ધવન કિયારાને ખોળામાં ઉઠાવતા પણ જોવા મળ્યો હતો. વરુણ ધવન અને મનીષ પોલ કિયારા અડવાણી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. વરુણ ધવન, અનિલ કપૂર, નીતૂ કપૂર, કિયારા અડવાણી, મનીષ પોલ અને કરણ જોહર પણ એકસાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ટ્રેલરની વાત કરીએ તો, 3 મિનિટના ફિલ્મના ટ્રેલરમાં રિલેશનશિપમાં આવનારી અડચણોને બતાવવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ટ્રેલરની શરૂઆતમાં બતાવવામાં આવ્યુ છે કે, કિયારા અને વરુણ પોતાના લગ્નને સેલિબ્રેટ કરી રહ્યા હોય છે પરંતુ વસ્તુઓ ત્યારે બદલાઇ જાય છે જયારે બંને છૂટાછેડા લેવાનો નિર્ણય કરે છે. પરંતુ આ નિર્ણય તેઓ ઘરવાળાથી છૂપાવવાની કોશિશ કરે છે. તમને જણાવી દઇએ કે, જુગ જુગ જીયો એક કોમેડી ડ્રામા ફિલ્મ છે.આ ફિલ્મ 24 જૂનના રોજ થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.

Shah Jina