ફિલ્મી દુનિયા

નીતુ કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં મઝા કરતો જોવા મળ્યો કરણ જોહર, સોશિયલ મીડિયામાં લોકોએ લીધો આડા હાથે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા લોકો ઉપર નેપોટિઝ્મ કરવાનો આરોપ હતો તેમાં જ એક ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ સામેલ હતો. થોડા દિવસ પહેલા જ કરણ જોહરના એક મિત્રએ કહ્યું હતું કે કરણ આ બધાથી ખુબ જ હેરાન થઇ રહ્યો છે, તેના જોડિયા બાળકોને પણ મારી નાખવાની ધમકી મળી રહી છે, જેના કારણે તે ખુબ તૂટી ગયો છે, પરતંતુ નીતુ કપૂરના જન્મ દિવસની પાર્ટીમાં મઝા કરતા કરણ જોહરની તસવીરો સામે આવતા સોશિયલ મીડિયામાં લોકો ધ્વરા તેને આડા હાથે લેવામાં આવ્યો છે.

Image Source

બુધવાર- ગુરુવારની રાત્રે નીતુ કપૂરના જન્મ દિવસની યોજાયેલી પાર્ટીના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા, આ ફોટોની અંદર કરણ જોહર ઉપરાંત નીતુ નો દીકરો ર્નણબીર કપૂર અને દીકરી રીધ્ધીમા સહીત બીજા પણ પરિવારના સભ્યો જોવા મળી રહ્યા છે.

Image Source

નીતુ કપૂરે આ ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું છે કે: “સૌથી અમીર સારા સંબંધો વાળા હોય છે. આપણને બધાને પોતાના નજીકના લોકોથી પ્રેમ, સપોર્ટ અને શક્તિની જરૂર હોય છે. આજે હું હું પોતાની જાતને સૌથી વધુ અમીર અનુભવી રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીતુએ પોતાનો 62મોં જન્મ દિવસ મનાવ્યો છે, તેના પતિ અભિનેતા ઋષિ કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. પરંતુ આ તસ્વીર શેર થતા જ લોકોએ કરણ જોહરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

Image Source

એક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું છે કે: “મેં ક્યાંક સાંભળ્યું હતું કે કર્ણ જોહર ખરાબ રીતે તૂટી ગયો છે, પરંતુ અહીંયા તો તે એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યો છે.” બીજા એક અન્ય યુઝર્સ ધ્વરા લખવામાં આવ્યું છે કે “અને અમે એમ પણ સાંભળ્યું હતું કે કરણ જોહર બિલાડી અને કૂતરાની જેમ રડી રહ્યો છે. દેખાડા અને પાખંડનું શું અસહનીય લેવલ છે.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.